Sunday, September 20, 2026

નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

spot_img
Share

અમદાવાદ : વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે.નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2024-2025 માટે વિવિધ અલગ અલગ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાઈ ગયો.કાર્યક્રમની અધ્યક્ષતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલ અને આચાર્યશ્રી દીપકભાઈ પટેલે કરી અને મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના નિયામક કુસુમબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2024-2025 માટે વિવિધ અલગ અલગ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને “બેસ્ટ નોટ કીપર” (શ્રેષ્ઠ નોંધ રાખનાર ), “બેસ્ટ એકેડેમિક”(શ્રેષ્ઠ શૈક્ષણિક શોધ), “સ્વચ્છાગ્રહી”, “સત્યપ્રિય”, “દૃઢ મનોબળ ધરાવનાર ”, “બેસ્ટ ક્રિએટર( શ્રેષ્ઠ સર્જક )”, “સદૈવ નિયમિત” જેવી શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શિક્ષકોને “SMART AND HIGH IMPACT ACTIVE PERSON AWARD”, “BEST CREATOR કર્મયોગી પુરસ્કાર”, “BEST DIGITAL CREATOR AWARD” અને “BEST TEACHER AWARD” જેવી કેટેગરીઝમાં સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી ભગવાનની એક અનોખી રચના છે અને તેમાં કંઈક વિશેષ હોય છે જે તેને ખાસ બનાવે છે. એ જ રીતે એક ઉત્તમ શાળાએ વિવિધ ક્ષેત્રે કુશળ કર્મચારીઓની શ્રેષ્ઠ ટીમ હોય છે. આ ટીમને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ દ્વારા દરેક શિક્ષકની અંદર છૂપાયેલી કાર્યક્ષમતાને માન આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા, જેના પરિણામે આખું શાળાપ્રેમી પરિવાર વધુ ઉત્તમ કાર્ય માટે પ્રેરિત થયો.

આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે એક ઉક્તિ છે કે આપણે પ્રશંસા, આશા અને ઉત્સાહથી જીવીએ છીએ, એ પ્રમાણે શાળાની મેનેજમેન્ટનો વિચાર કે “જેના કાર્યની પ્રશંસા કરવામાં આવે તે વ્યક્તિ ચોક્કસપણે વધુ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રેરિત થાય છે”, તે સાચા અર્થમાં યોગ્ય દિશામાં કામગીરી કરશે એવી આશા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...