Sunday, September 20, 2026

અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : આજે (21 જૂન) વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા. આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે.ગુજરાત રાજ્યમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ ભવ્ય રીતે કરવામાં આવી છે. રાજ્ય સરકારે વડનગર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે અમિત શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મિશન ફોર મિલિયન ટ્રી (FMT) અંતર્ગત આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. અહીં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત AMC દ્વારા વિનામૂલ્ય રોપા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ તેમજ ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.

આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” રાખવામાં આવી હતી. આ થીમ હેઠળ મેદસ્વિતા મુક્ત અભિયાનના પોસ્ટરો રાજ્યભરમાં જોવા મળ્યા હતા. યોગ, ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારીની પરંપરા તરીકે ઓળખાય છે. 2014માં યુનાઇટેડ નેશન્સના 177 દેશોના સમર્થનથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને 2015થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશાખાપટ્ટનમથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી હતી. તેમણે સામૂહિક યોગ સત્રમાં ભાગ લઈ, દેશવાસીઓને યોગ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. મોદીએ યોગને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અગત્યનું ગણાવ્યું અને લોકોને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...