Saturday, March 7, 2026

અમદાવાદમાં એસજી હાઇવે સહિત સાત જગ્યાએ PPP ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : શહેરના મુખ્ય અને સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા રોડ પર રાહદારીઓને રસ્તો ઓળંગતી વખતે અકસ્માતનો ભોગ ન બનવું પડે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેના માટે પોલિસી જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઈ-વે પર પાંચ સહિત સાત સ્થળે ફુટ ઓવરબ્રિજ તૈયાર કરાશે. શહેરમાં જરૂરિયાત મુજબ અન્ય લોકેશન પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા આયોજન હાથ ધરવામાં આવશે. ફુટ ઓવર બ્રિજ બનાવવામાં એકસૂત્રતા જળવાય તે હેતુસર પોલિસી તૈયાર કરવામાં આવી છે. IIT, NIT, જેવી સરકારી ઈન્સ્ટીટ્યુટ પાસે પેડેસ્ટ્રીયન સર્વે કરાવવામાં આવશે. કોઈપણ એજન્સીની ગ્રાઉન્ડ પુટિલિટીને નુકસાન ન થાય તે માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર (GDR) સર્વે તેમજ અન્ય સર્વે કરાવવાનો રહેશે.

જે મુજબ એસ.જી.હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ,નિરમા યુનિર્વસિટી પાસે,ગોતા ફલાય ઓવરબ્રિજ અને એલીવેટેડ કોરીડોરની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અંડરપાસની વચ્ચે હોટલ બીનોરી પાસે,થલતેજ અંડરપાસ અને પકવાન ફલાયઓવરબ્રિજની વચ્ચે ગ્રાન્ડ ભગવતી પાસે તથા પકવાન ફલાયઓવરબ્રિજ અને ઈસ્કોન ફલાયઓવરબ્રિજની વચ્ચે રાજપથ કલબ પાસે ફુટઓવરબ્રિજ બનાવાશે.ફુટ ઓવરબ્રિજની સ્ટ્રકચરલ ડિઝાઈન આર.એન્ડ બી.ડિઝાઈન સર્કલ દ્વારા ચકાસવામાં આવશે.નેશનલ હાઈવે ઉપરના ફુટ ઓવરબ્રિજની રોડથી કલીયર હાઈટ છ મીટર રાખવાની રહેશે.

શહેરના જુદા જુદા સ્થળોએ રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર તૈયાર કરવામાં આવી છે.IIT, NIT, જેવી સરકારી ઈન્સ્ટીટ્યુટ પાસે પેડેસ્ટ્રીયન સર્વે કરાવવામાં આવશે. કોઈપણ એજન્સીની ગ્રાઉન્ડ પુટિલિટીને નુકસાન ન થાય તે માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર (GDR) સર્વે તેમજ અન્ય સર્વે કરાવવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...