Sunday, September 20, 2026

અમદાવાદમાં હિટ એન્ડ રનના કેસ મામલો, બાઈકસવારને ટક્કર મારી ફરાર પોલીસમેનની ધરપકડ, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શાહીબાગમાં આવેલા શિલાલેખ ચાર રસ્તા પાસે થોડા દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારચાલકે પુરઝડપે ટર્ન લેતા બાઇકચાલકને ટક્કર મારી હતી.અકસ્માતમાં બાઇકચાલક રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરનાર કારચાલક રિવરફ્રન્ટ તરફ નાસી ગયો હતો.બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 19 જૂનના રોજ દેવેન્દ્રભાઇ સંખવાર બાઇક લઇને કમિશનર કચેરી તરફથી સુભાષબ્રિજ તરફથી થઇને ઘરે જતા હતા. દેવેન્દ્રભાઇ શિલાલેખ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી કારના ચાલકે અચાનક ડાબી બાજુ પૂર ઝડપે ટર્ન લીધો હતો જેના કારણે દેવેન્દ્રભાઇ બાઇક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરીને કારચાલક રિવરફ્રન્ટ તરફ ભાગી ગયો હતો.

ચોકાવનારી વાત એ છે કે આ હિટ એન્ડ રનનો આરોપી કાર ચાલક પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો. આરોપીનું નામ દિગ્વિજયસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે, જે હાલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.ઘટના પછી એલ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ અમદાવાદ શહેરમાં સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ફરીથી સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે સુરક્ષા આપનારા જ નિયમોનો ભંગ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...