Sunday, September 20, 2026

કાંકરિયા પાસે એકા ક્લબમાં કાર્યક્રમ વખતે દીવાલ ધરાશાયી, લોકોમાં નાસભાગ, કોઈ જાનહાનિ નહિ

spot_img
Share

અમદાવાદ : કાંકરિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. આ વિસ્તારમાં આવેલા એકા ક્લબમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ક્લબની એક દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. અને સ્થાનિક ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયાના એકા ક્લબ ખાતે આજે પાંચમાં આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનો પહેલો દિવસ હતો. આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવેલા છત્તીસગઢના કેબિનેટ પ્રધાન મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. એવા સમયે અચાનક દીવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો. ક્લબના પાંચમા માળે આવેલા સ્વિમિંગ પૂલની દીવાલ તૂટી પડી હતી. પરિણામે પાણી મોટા પ્રમાણમાં લીક થવા માડ્યું હતું.

દીવાલ તૂટવાની ઘટનાને પગલે એક્ઝિબિશનમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભારે નાસભાગ થઈ હતી. જોકે, તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પૂલનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે દુકાનો અને શો રૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કેટલાક લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈ મોટી જાનહાનિ થઈ હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...