Monday, April 27, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટ વિવાદમાં, સાંભારમાંથી વંદો નીકળતા AMC ફૂડ વિભાગમાં ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : આજના સમયમાં બહારનું ભોજન લેવું એક સમસ્યા બની ગઇ છે, કારણ કે વારંવાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં સારી રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદા અથવા અન્ય જીવજંતુઓ બહાર આવતા રહે છે. ત્યારે અહેવાલો મુજબ, તાજેતરમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંઆવેલી “ખાઉધરા પોઈન્ટ” માં બન્યો હતો. જેમાં એક ગ્રાહકે ઓર્ડર કરેલા સંભારમાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો આ ઘટના ગત 17 ઓગસ્ટની સાંજે બની હતી. એક ગ્રાહકે આ ખાઉધરા પોઈન્ટ પરથી ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ભોજન પીરસવામાં આવ્યું અને ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેને સંભારમાં કંઈક અજુગતું લાગ્યું.નજીકથી જોતા જાણવા મળ્યું કે તે જીવજંતુ બીજું કોઈ નહીં, પણ એક વંદો હતો.

આ ઘટનાની જાણ થતાં ગ્રાહકે તાત્કાલિક અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી. આ સાથે, ગ્રાહકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો છે. આ ઘટનાએ શહેરમાં ખાદ્ય વસ્તુઓની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. બનાવેલો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે જોઈને અન્ય લોકો પણ ચિંતિત થયા છે. ઘણા લોકોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે.આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ખોરાકમાં સફાઈ અને હાઈજીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાઉધરા રેસ્ટોરન્ટમાં આવી ઘટના સર્જાતા, ગ્રાહકે તરત જ AMCમાં ફરિયાદ નોંધાવી છે. AMCની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને રેસ્ટોરન્ટના સાફ-સફાઈ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે તપાસવામાં આવશે.

આ ઘટના માત્ર નિકોલ વિસ્તારમાં જ નહીં, પરંતુ દરેક લોકો માટે ચિંતાનો વિષય બની છે. ખોરાકમાં વંદા અથવા અન્ય જીવજંતુઓ જોવા મળતા અનેક કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે, જે લોકોમાં રેસ્ટોરન્ટ પર વિશ્વાસ અંગે શંકા ઊભી કરે છે. આ સ્થિતિમાં અધિકારીઓ દ્વારા શહેરના લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે ખોરાક લેતા પહેલા રેસ્ટોરન્ટની સફાઈ, હાઈજીન અને ગ્રાહકોની સુરક્ષા અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે.ગ્રાહકોએ શહેરની ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા અંગે વધુ સજાગ રહેવા અને આવી ઘટનાઓની જાણ તાત્કાલિક સત્તાધિકારીઓને કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...