Monday, April 27, 2026

અમદાવાદના વધુ એક રેસ્ટોરેન્ટની બેદરકારી, પાઉંમાંથી નીકળ્યું જીવાત, AMC ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગઈકાલે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી વંદો નીકળ્યા બાદ આજે મણીનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન સામે આવેલા પ્રિન્સ ઇસનપુર વાલા ભાજીપાવ નામની રેસ્ટોરન્ટમાં ભાજીપાવ ખાવા ગયેલા ગ્રાહકના પાવમાંથી મચ્છર જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક ગ્રાહકે મણિનગરની પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પાઉંભાજીનો ઓર્ડર આપ્યો હતો, પણ ભાજીપાઉં પીરસ્યા બાદ તેને આરોગવા જતા તેને પાઉંમાં મચ્છર અને જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી હતી, પણ મેનેજરે આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેથી તેઓએ તાત્કાલિક હાજર સ્ટાફને બોલાવ્યા હતા અને બતાવ્યું હતું. પરંતુ તેઓ દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો નહોતો. મચ્છર – જીવાત નીકળવાની આ ઘટના બનતાની સાથે જ આ અંગે ફોટો વીડિયો ગ્રાહક દ્વારા લઈ લેવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને આ બાબતે જાણ થઈ હતી. જેથી પ્રિન્સ ઇસનપુરવાલા રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે તેઓ દ્વારા ટીમ મોકલી તપાસ કરાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના કિચનમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...