Monday, April 27, 2026

અંબાજી મેળામાં જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયું હેલ્પ ડેસ્ક, યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર

spot_img
Share

અંબાજી : શક્તિ પીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી રથ દોરી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ કરાવ્યો. જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા માં અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માં અંબાના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. આજથી સાત દિવસ માટે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહા મેળામાં 30 લાખ જેટલા ભાવિકો દર્શન કરવા પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચશે. આજે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવાળા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા મા અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું. ‘બોલ માડી અંબે જય જય અંબે…’ ના નાદ સાથે માં અંબા ના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો છે. ત્યારે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો છે.

‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050 પર સંપર્ક કરી શકે છે.

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મેળાનો આજે પ્રથમ દિવસ છે. ત્યારે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. અંબાજી જતા માર્ગો પણ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓ વહેલા અંબાજી પહોંચ્યા છે. વરસાદના કારણે ઠંડક હોવાથી રસ્તામાં અનેક સુવિધાઓથી સચ યાત્રિકોમાં ખુશીની લાગણી છવાઈ છે. વહીવટી તંત્રની સુવિધાઓથી શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી. મેળાને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 5000 પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત કરાયા છે. આ સાથે જ આ મેળાને આરોગ્ય, એસટી બસ,108 સહિત યાત્રિકોને વીમા કવચનું રક્ષણ મળ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...