Saturday, July 25, 2026

અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતનો બનાવ, GAS કેડરના અધિકારીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

spot_img
Share

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સચિવાલયના સહકર્મીઓમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઇકાલે(3 સપ્ટેમ્બર) વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવ્યો હતો. વારંવાર અધિકારીને ફોન કરવા છતાં તેમને ફોન ન ઉપાડતા તે ઘરે ગયો હતો. ડ્રાઈવરે ઘરે જઈને દરવાજો ખોલતા મૃતક અધિકારી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.​​​​​​​જે બાદ તેણે વસ્ત્રાપુર પોલીસને તાત્કાલિક જાણ કરી, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. ઘટનાસ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મનોજકુમાર પૂજારા છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. તેણે છૂટાછેડા લીધેલા હતા અને તેનો એક પુત્ર મુંબઈમાં રહે છે. પૂજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા, અને તેમની આત્મહત્યાના સમાચારથી સચિવાલયના સાથીઓ આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે એકલતા આ ઘટનાનું એક સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વસ્ત્રાપુર પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આત્મહત્યાના કારણોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે. પોલીસે પૂજારાના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ગાંધીનગર સચિવાલયમાં પૂજારાના સાથીઓએ તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, અને આ ઘટનાએ અધિકારીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...