Sunday, April 26, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા

spot_img
Share

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માવવામાં આવે છે આ વર્ષે પણ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદની ઘાટલોડિયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત એનાયત કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષક દિને અમદાવાદના ટાગોર હૉલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રી શિક્ષક પારિતોષિત એનાયત કરાયા હતા. આ સમારોહમાં શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રતિક રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

23 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જ્ઞાનદા ગલ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જાગૃતિબેન પટેલે કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને લીડરશીપના ગુણોથી લેવા જાગૃતિબેનને અનેકવિધ નવીન શિક્ષણ પ્રકલ્પો અને પહેલોની શરૂઆત કરાવી છે.

જાગૃતીબેન પટેલે યોગ્ય આયોજન અને દિશા સૂચક પ્રયત્ન થકી જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલને ઉત્તમ કન્યા શાળા તરીકે સ્થાપિત કરી જાગૃતીબેનના નેતૃત્વમાં શાળાએ શૈક્ષણિકતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે, જેના પરિણામે વર્ષ 2012-13 અને 2018-19 માં અને 2022-23 માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનું પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આ સિવાય ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં બાળકોને પરંપરાગત શિક્ષણની સાથો સાથ ટેક્રોલોજી અને ઇનોવેશન આધારિત શિક્ષણ મળી રહે તથા વિદ્યાર્થીકાળથી તેઓ રિસર્ચ ક્ષેત્રે આગળ વધે અને પ્રયોગો થકી જિજ્ઞાસાવૃતિને સંતોષ થાય તે બાબતને જાગૃતિબેન હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.

આ ઉપરાંત શાળામાં કેન્દ્ર સરકારની સહાયથી વર્ષ 2018 થી અટલ ટીકરિંગ લેબ કાર્યરત છે અટલ લેબ દ્વારા શરૂ થયેલી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને પરિણામે વર્ષ 2021-22 માં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્પર્ધામાં 60000 થી વધુ ટીમોમાંથી સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ પર આધારિત કૃતિ રજૂઆત કરનાર શાળાના બે વિદ્યાર્થીઓની ટીમએ 14 મુ સ્થાન મેળવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...