Sunday, September 20, 2026

અમદાવાદમાં કોંગ્રેસે 36 વોર્ડ પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં વોર્ડમાં કોણ પ્રમુખ ?

spot_img
Share

અમદાવાદ : આગામી મ્યુ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણી-2027 ને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ નિમણુંકોને મંજૂરી આપવામાં આવી છે.જેમાં 36 વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે, તેમજ 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે. આગામી સમયમાં આ માળખું સક્રિય રહેતા ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ જાહેરાત કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલની નિમણુંક બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ચૂંટણી અને કોંગ્રેસને જનતાની વચ્ચે જઈને તેઓની રજૂઆત સાંભળીને સરકારમાં બેઠેલા પ્રતિનિધિ, તંત્ર અને નેતાને કાને વાત ધરે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર કવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 વોર્ડ પ્રમુખ જાહેર કરાયા છે જ્યારે અન્ય 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

આ નિમણૂકથી શહેરના વિકાસ માટે નવી ઊર્જા મળશે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓના ઊંડા સંબંધો અને સ્થાનિક જનસંપર્કને પણ મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે. કોંગ્રેસના 36 વોર્ડ પ્રમુખોની નિમણૂકોનું આ લિસ્ટ નીચે મુજબ છે. જેમાં દરેક વોર્ડના પ્રમુખોના નામ અને વોર્ડનો નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગોતા, ચાંદખેડા, સરદારનગર,અસારવા, દરિયાપુર, બાપુનગર, સરસપુર, સરખેજ, મક્તમપુરા,બહેરામપુરા,ગોમતીપુર,ખોખરા એમ 12 વોર્ડના પ્રમુખ નિમવાના બાકી છે. આ વોર્ડ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહત્વના છે,કારણ કે,અહીંયા કોંગ્રેસ માટે જીતની તક છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...