Friday, March 13, 2026

રેલવે પ્રવાસીઓ માટે રાહતના સમાચાર : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને આ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરાયા

spot_img
Share

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ કાલુપુર સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા.હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે.

અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી પ્રસ્થાન-આગમન કરશે આ ટ્રેન…
અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ, અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ, અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર આગમન /પ્રસ્થાન કરશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ મણીનગરથી પ્રસ્થાન કરશે.

આ ટ્રેનોના સાબરમતી સ્ટોપેજ રહેશે યથાવત….
આ સિવાય જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ચંડીગઢ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, હિસાર – સિકંદરરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જોધપુર – ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ, હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાડમેર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, શ્રીગંગાનગર – હજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસ, શ્રીગંગાનગર- બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ – દાદર રણકપુર એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,અજમેર-પૂરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ,પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ યથાવત રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...