(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જાેઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આપતા રહે છે.પરંતુ આ શીખને ગુજરાત ભાજપના કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારો હળવાશથી લેતા હોય છે તો કેટલાંક શીખને બોધપાઠ સમજીને લોકો સાથે સંપર્ક જાળવી રાખવાનો બનતો પ્રયાસ કરતા હોય છે.
આજે વાત કરીશું…અમદાવાદ શહેરમાં આવેલ કેટલાંક ધારાસભ્યો, કોર્પાેરેટરો અને હોદ્દેદારોની, જેમાં સૌથી મોખરે આવે છે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ કે જેઓ સંગઠનમાં વર્ષાેથી કામ કરતા આવી રહ્યા છે, સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે, જેના કારણે તેઓ જાણે છે પ્રજા સાથે લોક સંપર્ક જાહેર જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, ચુંટાયા પછી બીજા જ દિવસેથી કામ શરૂ કર્યુ હતું.
જાહેર જીવનની જયારે વાત થાય છે ત્યારે મોટેભાગે ચુંટાયા પછી સંસદ સભ્ય, ધારાસભ્ય હોય કે કોર્પાેરેટર પ્રજા સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે. એવું લોકો માનતા હોય છે અને જાેવા પણ મળે છે. પરંતુ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના કિસ્સામાં આ માન્યતા ખોટી ઠરતી જણાય છે.ચુંટણી બાદ ધારાસભ્ય તરીકે શપથ લીધા પહેલા જ પ્રજા સાથેનો સંપર્ક વધારવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા.તેઓ માટે ભાજપમાં એવું કહેવાય છે, સાબરમતી વિધાનસભામાં હોય કે બહાર કોઈ પણ જગ્યાએ આમંત્રણ આવે તો ચોક્કસ હાજરી આપવાનું ચુકતા નથી.
આ સિવાય ધારાસભ્ય હોવાને કારણે રાજય સરકાર, મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમો, ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં ભારે વ્યસ્તતા હોવા છતાં સાબરમતી વિધાનસભામાં કોઈ પણ નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી આમંત્રણ આપનાર આયોજકનો ઉત્સાહ વધારે છે.
આ સિવાય મ્યુ કોર્પાેરેટરોની વાત કરીએ તો, નવા વાડજ વોર્ડના મ્યુ કોર્પાેરેટર વિજયભાઈ પંચાલ અને સ્ટેડીયમ વોર્ડના મ્યુ કોર્પાેરેટર રશ્મિબેન ભટ્ટ અને તેમના પાર્ટનર આરઝુ ભટ્ટ દ્વારા પ્રજાકીય સંપર્ક જાળવી રાખ્યો છે.તેઓ અન્ય કોર્પાેરેટરોની જેમ પક્ષના કાર્યક્રમોમાં કે મ્યુ કોર્પાેરેશનના કાર્યક્રમોમાં હાજરી આપે છે, સાથે સાથે વિસ્તારમાં નાના મેાટા કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપતા જાેવા મળી રહ્યાં છે.મોટાભાગના કાર્યક્રમોમાં ચાર કોર્પાેરેટરો સાથે જાેવા મળતા હોય છે.
આ સિવાય બે ટર્મના અનુભવી કેટલાંક કોર્પારેટરોએ તો અત્યારથી જ મન બનાવી દીધુ છે કે હવે ત્રીજી વાર ટિકીટ મળવાની નથી, આ સ્વીકારીને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે, કેટલાંક તો અત્યારથી ફોન બંધ કરી દીધા છે અથવા તો લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને લોકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે.