Saturday, September 19, 2026

રેશનકાર્ડને લઈને સરકારે જારી કર્યો નવો પરિપત્ર, હવે ઓળખ કે રહેઠાણ પુરાવા તરીકે રેશનકાર્ડ અમાન્ય

spot_img
Share

અમદાવાદ : રેશનકાર્ડ અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય.હવે રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી (PDS) મારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવાયા મુજબ શનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય .આ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે રેશનકાર્ડ હવે સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને વિવિધ દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો છે. સરકાર મુજબ, રેશનકાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરું પાડવાનો છે.

આ નવા નિયમ લાગુ થતાં લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.

જાહેર જનતાએ એ ધ્યાન રાખવું જરુરી છે કે હવે પછી રેશન કાર્ડનો ઉપયોગ રહેણાંકના પુરાવા તરીકે તમે રજૂ નહી કરી શકો. રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...