Monday, May 25, 2026

અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન પર આ કારણે પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો હવે શરુ થઇ રહ્યા છે ત્યારે તમામ રેલવે સ્ટેશનો મુસાફરોથી ઉભરાઇ રહ્યા છે. શહેરોમાં રહેતા લોકો પોતાના વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે ત્યારે દિવાળી અને છઠ પર્વ દરમિયાન અધિકૃત મુસાફરોની સુવિધા જળવાઇ રહે તે માટે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે.

ડીઆરએમ ઓફિસ અમદાવાદ તરફથી મળેલી માહિતી મુજબ દિવાળી અને છઠ પર્વ દરમિયાન વતનમાં જવા માટે હજારો લોકો રેલવે સ્ટેશનો પર ઉમટી રહ્યા છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો પણ શરુ કરાઇ છે. પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે અવરજવર જોવા મલી રહી છે.ત્યારે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિયમ 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2025 સુધી વ્યવસ્થા અમલામાં રહેશે.આગામી દિવાળી અને છઠ્ઠ પર્વના અવસર પર મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને સાબરમતી
રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

આ નિર્ણય મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સુચારૂ અવરજવર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ તાત્કાલિક અને આયોજનબદ્ધ પગલું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની યાત્રાને વધુ સુરક્ષિત અને સુખદ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન મુસાફરો અને નાગરિકોને વિનંતી કરે છે કે આ સમયગાળા દરમિયાન અનાવશ્યક ભીડથી બચે અને સ્ટેશન પર માત્ર યાત્રા સંબંધિત કાર્યો માટે જ ઉપસ્થિત રહે, જેથી સૌ માટે સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...