ગાંધીનગર : ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેમાં આપણા માનનીયોને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યોની તમામ જરૂરિયાતોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે ખાસ ફ્લેટની ડિઝાઇન કરવામાં આવ્યા છે. સેક્ટર 17 ખાતે સમગ્ર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.અને સંભવીત 23 ઓક્ટોબરે ગૃહ મંત્રી અમિત શાહ ધારાસભ્ય નિવાસસ્થાનનું ઉદ્ધાટન કરશે.
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા મકાનો તૈયાર કરાયા છે અને આગામી 23 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા મકાનોનું ઉદ્ધાટન કરાશે મળતી માહિતી મુજબ, ધારાસભ્યો માટે ગાંધીનગરમાં લક્ઝુરિયસ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના વર્તાઇ રહી છે. સેક્ટર 17માં 200 કરોડથી વધુના ખર્ચે આવાસ બનાવામાં આવ્યા છે. 3 માસ્ટર બેડરૂમ સહિત 5 રૂમ, ફર્નિચર, ફ્રીઝ, ટીવી સહિતની સુવિધા સાથે 9 માળના 12 ટાવર તૈયાર કરવામાં આવ્યો છે.
ધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે. 9 માળના 12 એપોર્ટમેન્ટમાં કુલ 216 ફ્લેટ બનાવાયા છે જેના કારણે ગાંધીનગર આવતા ધારાસભ્યોને રોકાણ કરવામાં સરળતા રહેશે. ગાંધીનગરના સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન બન્યા છે. આ 3 BHK લકઝુરિયસ ફ્લેટ છે જેમાં તમામ આધુનિક સવલતો રાખવામાં આવી છે. નવા નિવાસસ્થાનો સંપૂર્ણ વાતાનુકૂલિત હશે તેમજ ત્રણ બેડરૂમ, હોલ કિચન સાથે ક્વાર્ટરની તેમાં સુવિધા હશે. તમને જણાવી દઈએ કે, જેનો અંદાજે 200 કરોડથી વધુના ખર્ચે આ નિવાસ્થાનો તૈયાર થયા છે.
આ ઉપરાંત દરેક રુમમાં પુરતો હવા ઉજાસ અને પવન આવતો રહે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક રૂમમાં એસી પણ મુકવામાં આવ્યા છે. રસોડામાં ચિમની, ગેસ લાઇન, 24 કલાક પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ, સર્વન્ટ માટે અલગ લિફ્ટ જ્યારે ધારાસભ્યો માટે પણ ખાસ લિફ્ટ સહિતની સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. સોલાર સિસ્ટમ સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.


