Thursday, March 5, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરશે, કાર્યકર્તાઓને પાઠવશે શુભેચ્છા

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમના નિવાસ સ્થાને તેઓ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આવતીકાલે તેઓ કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષની પણ અહીં ઉજવણી કરશે. દર વર્ષની જેમ થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાન રોયલ ક્રિસ્ટલ બંગલોમાં આ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી બે કલાક સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આયોજન કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે. આવતીકાલે નવા વર્ષના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષની પણ અહીં ઉજવણી કરશે. દર વર્ષની જેમ થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાન રોયલ ક્રિસ્ટલ બંગલોમાં આ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી બે કલાક સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આયોજન કરાશે.

અમિત શાહ હંમેશા તહેવારો પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉજવે છે. ઉત્તરાયણમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવે છે. જન્માષ્ટમીએ પરિવાર સાથે જગન્નાથ મંદિરની પૂજા કરીને ઉજવણી કરે છે. નવરાત્રીમાં વતનમાં કુળદેવી બહુચર માતાના દર્શન કરીને પર્વ મનાવે છે. આ જ પરંપરા અનુસાર, દિવાળી અને નવા વર્ષની ઉજવણી પણ કાર્યકર્તાઓ સાથે કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...