Saturday, September 19, 2026

નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમલગ્ન કરનાર દીકરીના સસરાની હત્યા, જાણો શુ છે સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. ભાઈલાલ વાઘેલાની હત્યા કરનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પ્રેમ લગ્નના મનદુઃખમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્નના મન દુઃખના કારણે યુવતીના પરિવારજનોએ યુવકના માતા અને પિતાને ઢોર માર માર્યો હતો. યુવકના પિતા ભાઈલાલ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાઈલાલ વાઘેલાનું મોત થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે નારણપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીઓના નામ રાજુભાઈ પરમાર, મહેશ પરમાર, લીલાબેન પરમાર, કલાવતીબેન સોલંકી, મહેશ રાઠોડ તેમજ પ્રેમ પરમાર છે. આ આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સફાઈ કામદાર તરીકે નોકરી કરતા 55 વર્ષીય કૈલાશબેન વાઘેલા અને તેમના 60 વર્ષીય પતિ ભાઈલાલભાઈ 30 મી ઓક્ટોબરે ઉસ્માનપુરા પાસે સફાઈ કામ માટે ગયા હતા. જે દરમિયાન બે ઓટોરિક્ષામાં આ આરોપીઓએ આવી લાકડાના ધોકા દ્વારા માર માર્યો અને બાદમાં રિક્ષામાં અપહરણ કરી રાણીપમાં ખુલ્લા મેદાનમાં લઈ જઈ માર માર્યો હતો. તે સમયે આસપાસના લોકો એકઠા થતા આ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે હુમલામાં ભાઈલાલભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

નારોલમાં રહેતા ફરિયાદી કૈલાશબેન વાઘેલાના નાના દીકરા સની વાઘેલાએ ચાર વર્ષ પહેલા જ્યોત્સના પરમાર નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યોત્સનાએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તેના પરિવારજનોને આ લગ્ન સ્વીકાર્ય ન હતા. જેથી અવારનવાર તેનાં પિતા દીકરીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતા હતા. જેનાથી કંટાળી જ્યોત્સનાએ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ પણ માંગી હતી. વારંવારનાં પ્રયાસ બાદ પણ દીકરી પોતાની પાસે પરત આવતી ન હોય જેની અદાવત રાખીને તેનાં પિતા, ભાઈ, બહેન. બનેવી, કાકા, કાકી સહિતનાં આરોપીઓએ આ ગુનાને અંજામ આપ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ પરમાર મૃતકની પુત્રવધુ જ્યોત્સનાનાં પિતા છે. જેઓ મૂર્તિ બનાવવાનું અને અન્ય છૂટક કામ કરે છે. અન્ય આરોપીઓમાં મહેશ પરમાર કાકા, લીલાબેન કાકી, કલાવતીબેન ફુઈ, જ્યોતિ સગી બહેન, મહેશ રાઠોડ બનેવી તેમજ પ્રેમ કાકાનો દીકરો છે. હાલ તો પોલીસે ગુનામાં ફરાર જ્યોતીની શોધખોળ હાથ ધરી છે. જ્યારે પકડાયેલા અન્ય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે તેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...