Wednesday, March 4, 2026

અમદાવાદના પોશ વિસ્તારમાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ બંધક બનાવી કરી લૂંટ અને સોગંદ ખવડાવ્યા કે…

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શીલજ વિસ્તારમાં મોડી રાત્રે બંગલામાં ત્રાટકેલા ત્રણ લૂંટારાઓએ 75 વર્ષીય વેપારી અને તેમની પત્નીને ચાકુની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ આ લૂંટારાઓ 22.91 લાખની કિંમતના સોના-હીરા જડિત દાગીના, ઘડિયાળ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાખીશું. ભોગ બનનાર 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શીલજ વિસ્તારમાં આર્યમાન બંગલોમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ તેમની પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદરમાં ક્રોસમાર્ક ઇનોવેશન નામથી ભાગીદારીમાં કાપડ મશીનરી બનાવવાનો વ્યવસાય ચલાવે છે. 26 ઓક્ટોબરની રાત્રે લગભગ 10:30 વાગ્યે ભરતભાઈ અને પલ્લવીબેન તેમના બેડરૂમમાં સૂવા ગયા હતા. લગભગ 1:30 વાગ્યે ભરતભાઈ બાથરૂમ જવા માટે જાગી ગયા. જ્યારે ભરતભાઈ પાછા ફર્યા અને પાછા સૂઈ ગયા, ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો.દસ મિનિટ પછી, તેમણે બે માસ્ક પહેરેલા માણસોને રૂમની અંદર ચપ્પુ જેવા હથિયાર સાથે જોયા. જ્યારે મારી પત્ની જાગી , ત્યારે ત્રીજો એક લૂંટારો પણ રૂમમાં આવી ગયો અને જો સહકાર નહીં આપે તો મને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પલ્લવી ડરી ગઈ અને તેણે ડ્રેસિંગ રૂમમાં કબાટની અંદર છુપાવેલી લોખંડની તિજોરી જબરદસ્તી ખોલાવી અને તેમાંથી તમામ કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. અને બાદમાં ત્યાંથી ભાગી ગયા.

ઘટનાસ્થળેથી ફરાર થતા પહેલાં લૂંટારાઓએ દંપતીને પોલીસને જાણ ન કરવાની ધમકી આપી હતી. શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘તેમણે મારી પત્નીનો હાથ મારા માથા પર મૂકાવીને સોગદ ખવડાવી અને કહ્યું કે, કહ તમે પોલીસને ફોન નહીં કરો અને જો કર્યો તો અમે તમને બંનેને મારી નાખીશું.’ ડરના માર્યા દંપતી સવાર થતાં સુધી બેડરૂમમાં જ રહ્યા. સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ નીચે આવ્યા અને ગાર્ડને જાણ કરી. તેમને ખબર પડી કે ઘરના પાછળના ભાગમાં ડાઇનિંગ એરિયા પાસેની બારીનો કાચ તૂટેલો હતો. ઘરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ પાછળની દીવાલ કૂદીને, તૂટેલી બારીમાંથી રાત્રે 12.57 વાગ્યે ઘરમાં પ્રવેશતા અને ચોરીનો સામાન લઈને 2.48 વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે.

પલ્લવીબેનની સામે બે શખસે હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, આઠ સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત કુલ 21.91 લાખની મતાની લૂંટ કરી હતી. લૂંટારાઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયાં હતાં. ભરતભાઈએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...