Saturday, July 25, 2026

અમદાવાદમાં આ અંડરપાસ 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ અને ડાયવર્ઝન પ્લાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા બે બ્રિજ અને અંડરપાસમાં સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે. SP રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસમાં 5 કે 7 નવેમ્બરથી રેલવે કલ્વર્ટમાં રીપેરીંગ કામ શરૂ કરાશે. જેના કારણે SP રિંગ રોડ પરના બંને રસ્તાને વારાફરતી 20-20 દિવસ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ કામગીરી કુલ 40 દિવસ સુધી ચાલશે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદાર પટેલ રિંગ રોડ પર ત્રાગડ અંડર પાસ, ભાટ ઓવરબ્રિજ અને કમોડ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર ખાડા પડવાની ફરિયાદો વધી હતી. જેના પગલે ઇજનેર વિભાગ દ્વારા ત્રણે જગ્યા પર રોડને મજબૂત કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 5 અથવા 7 નવેમ્બર થી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.આ રિપેરિંગ કામ બે તબક્કામાં કરવામાં આવશે, જેમાં SP રિંગ રોડ પરના બંને રસ્તા વારાફરતી 20-20 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ નિર્ણયની સીધી અસર ખાસ કરીને ઝુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા વાહનચાલકો પર પડશે.

ઔડા દ્વારા આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે, જે દિવસના 18થી 20 કલાક કામ કરશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, રોડ પરથી વાહનો પસાર થતાં ડામર વારંવાર ઉખડી જતો હોવાથી આ વખતે આખો ભાગ સિમેન્ટ કોન્ક્રીટ (RCC) વડે નવો બનાવવામાં આવશે. આનાથી સરફેસ ખૂબ જ મજબૂત બનશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે.

જાણો વૈકલ્પિક રૂટ અને ડાયવર્ઝન પ્લાન

ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, કામગીરીના પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. આ સમયે વાહનચાલકોએ ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાલજ સર્કલ થઈ, મહારાજા હોટલ થઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાનું રહેશે.

જ્યારે બીજા તબક્કાની કામગીરીમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. તે સમયે વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર તરફ થઈ, અડાલજ સર્કલથી ઝુંડાલ તરફ આવવાનું રહેશે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા માટે વાહનચાલકોને અંદાજે 11 કિલોમીટરનો વધારાનો ચકરાવો લેવો પડશે.

એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન

પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...