અમદાવાદ : શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારોને દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારોને દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ, રાણીપ,સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુલ 11 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે.219 જેટલી દુકાનોમાં ચેકિંગ કરીને 142 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ જાહેર રોડ ઉપર હજી પણ કેટલાક લોકો દ્વારા કચરો ફેંકીને ગંદકી કરવામાં આવે છે. જેથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


