Saturday, April 25, 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાને આરે, ટૂંક સમયમાં ટ્રાયલ રનની શક્યતા, PM મોદીએ કરી સમીક્ષા

spot_img
Share

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. ગુજરાતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણ થવા આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પર ગુજરાત આવ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતમાં આવેલી બુલેટ ટ્રેન સ્ટેશન પર પીએમ મોદી પહોંચ્યાં હતાં.ગુજરાતમાં સુરત અને નવસારીના બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થશે, જ્યાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ અગાઉ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. ગુજરાતના ભાગમાં આવેલા બુલેટ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવા આવ્યું છે.એવી આશા છે કે, હવે ટૂંક સમયમાં લોકો બુલેટ ટ્રેનમાં સવારી કરતા થઈ જવાના છે. બુલેટ ટ્રેનના કારણે અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ પહોંચી શકાશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર પહેલી બુલેટ ટ્રેન બીલીમોરાથી સુરત સુધી દોડશે. આ સેક્શન 2027માં ખુલશે. ગુજરાતમાં તમામ કામ 2028 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે પહેલી વાર ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લીધી હતી.આ વખતે અહીં કામ કરતા ઇજનેરો અને કર્મચારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ એવી અટકળો ચાલી રહી છે કે જાપાની બુલેટ ટ્રેન ટૂંક સમયમાં ગુજરાતમાં આવી શકે છે. વૈષ્ણવની સાથે જાપાની પ્રધાનોએ પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનની પ્રગતિનું નિરીક્ષણ કર્યું છે. પીએમ મોદીએ અનેક વખત જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેમનું એક સપનું રહ્યું છે, જે પૂર્ણ થવા આવ્યું છે.

આ પ્રોજેક્ટના કારણે ગુજરાતના અનેક શહેરોના વિકાસને વેગ મળવાનો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ શહેરો સામેલ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 8 સ્ટેશનોનું બાંધકામ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશનો પર બાકીની સુવિધાઓ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...