Saturday, September 19, 2026

અમદાવાદી મુસાફરો માટે ખુશખબર, કેનેડા જવું હવે થશે વધુ સરળ બનશે, એર ઇન્ડિયા અને એર કેનેડા વચ્ચે કરાર, મળશે આ મોટા પાંચ લાભ

spot_img
Share

અમદાવાદ : એર ઇન્ડિયા અને એર કેનેડાએ ફરી એકવાર ભાગીદારી (કોડશેર કરાર) શરૂ કરી છે. આ કરાર બે ડિસેમ્બર 2025થી લાગુ થશે. જેના કારણે ખાસ કરીને અમદાવાદના લોકો માટે કેનેડા જવાની અથવા કેનેડાથી અમદાવાદ આવવાની મુસાફરી ખૂબ સરળ બની જશે. આ કરારથી અમદાવાદી મુસાફરોને પાંચ મોટા ફાયદા થશે. જેથી તેમની મુસાફરી પણ વધુ સરળતાથી થઈ શકશે. જેનું બુકિંગ પણ જલદી શરૂ થઈ જશે. મંજૂરી મળ્યા બાદ આ કોડશેર ફ્લાઈટ્સ બુકિંગ માટે ઉપલ્બધ થઈ જશે. આ કરારથી અમદાવાદની ઇન્ટરનેશનલ જોડાણમાં વધારો થશે અને પ્રવાસીઓને પણ ફાયદો થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ શનિવારે જાહેરાત કરી હતી કે તેણે એર કેનેડા સાથે તેના ભાગીદારી (કોડશેર કરાર)ને પાંચ વર્ષ પછી પુનઃસ્થાપિત કર્યો છે.ફ્લાઇટ વિકલ્પો પ્રવાસીઓના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને ભારત અને કેનેડા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે, એર ઈન્ડિયાએ શનિવારે તેના સાથી સ્ટાર એલાયન્સ કેરિયર, એર કેનેડા સાથેના ભાગીદારી (કોડશેર) કરારને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી, જે 2 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે.

આ કરારથી મુસાફરોને થતાં ફાયદા

ફાયદા નંબર-1
એક જ ટિકિટમાં આખી મુસાફરી એટલે કે હવે કેનેડાથી અમદાવાદ આવતા મુસાફરોએ એક જ ટિકિટ બુક કરાવવાની રહેશે. ધારો કે, વાનકુવરથી દિલ્હી (એર કેનેડા) અને દિલ્હીથી અમદાવાદ (એર ઇન્ડિયા) વચ્ચે ફ્લાઈટ બદલે તો પણ ટિકિટ અલગ લેવાની જરૂર નહીં પડે.

ફાયદા નંબર-2
મુસાફરોની સૌથ મોટી તકલીફોમાં એક છે સામાન. નવા કરારને કારણે સામાનનું ટેન્શન નહીં રહે. યુનીફાઈડ લગેજ સિસ્ટમ એટલે કે દિલ્હી ખાતે સામાન ઉતારીને ફરીથી ચેક-ઇન કરવું નહીં પડે. વધારાના સામાન માટે અલગ અલગ ચાર્જ નહીં લાગે.

ફાયદા નંબર-3
મુસાફરી બિલકુલ સીમલેસ બની જશે જેથી અમદાવાદને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીમાં મોટો ફાયદો થશે. દિલ્હી મારફતે કેનેડાથી આવતા લોકો સરળતાથી અમદાવાદ પહોંચી શકશે. એર કેનેડાના મુસાફરોને ભારતના અન્ય શહેરો જેમ કે, અમૃતસર, મુંબઇ, હૈદરાબાદ અને કોચીને પણ એ જ રીતે જોડશે.

ફાયદા નંબર-4
ગુજરાતી વિદ્યાર્થીઓ અને પરિવારો માટે વરદાન રૂપ આ કરાર સાબિત થશે. દર વર્ષે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ધંધાર્થીઓ અને સામાન્ય પરિવારો કેનેડા મુલાકાત જતા હોય છે તેમને સરળ મુસાફરી, ઓછી ઝંઝટ અને વધુ સુવિધાઓ મળશે.

ફાયદા નંબર-5
લોયલ્ટી પ્રોગ્રામવાળાઓને વધારાના લાભ મળશે. એર ઇન્ડિયા ‘મહારાજા ક્લબ’ના એલિટ સભ્યોને એર કેનેડાની ફ્લાઈટ્સમાં વધારે સામાન, લાઉન્જ એક્સેસ, પ્રાથમિક ચેક-ઇન જેવી સુવિધાઓ મળતી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...