Saturday, December 6, 2025

અમદાવાદમાં કોમનવેલ્થની યજમાની ખાનગી અને હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં રોકેટગતિએ તેજી આવશે..!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરને 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે અને 2036 માં ઓલિમ્પિકની યજમાની માટે પણ અમદાવાદ પ્રબળ દાવેદાર છે ત્યારે હવે શહેરનો ચારેતરફથી વિકાસ થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં શહેરમાં સ્પોર્ટ્સ સિટીને લઈને વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે શહેરનો કોમર્શિયલ અને રેસિડેન્સિયલ સહિતનો વિકાસ થાય તે માટે પણ પ્રોજેકટ હાથ ધરાઈ રહ્યા છે. શહેરના વિવિધ ડેવલપર્સ દ્વારા અત્યાધુનિક હાઈરાઈઝ બિલ્ડીંગ માટેના પ્રોજેકટ હાથ પર લીધા છે.શહેરના વિવિધ ડેવલપર્સ દ્વારા અત્યાધુનિક હાઈરાઈઝ બિલ્ડીંગ માટેના પ્રોજેકટ હાથ પર લીધા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 2024 થી લઈ અત્યાર સુધીમાં 17 હાઈરાઈઝ પ્રોજેકટ એટલે કે ગગનચૂંબી બિલ્ડીંગોને રજાચિઠ્ઠી આપી મંજૂરી આપવામાં આવી છે. આ હાઈરાઈઝ બિલ્ડીંગો 30 માળ કરતા વધુ ઉંચા હશે. જેમાં સેટેલાઈટ વિસ્તારમાં 5 બેઝમેન્ટ સાથે 38 અને 28 ફલોરના બે બિલ્ડીંગ બની રહ્યા છે જ્યારે હેબતપુરમાં સૌથી વધુ ઉંચાઈનો 3 બેઝમેન્ટ અને 41 માળની બિલ્ડીંગ તૈયાર થશે. મ્યુનિ. કોર્પોરેશનની ગુરૂવાર મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 100 મીટર અને તેનાથી વધુ ફલોરની 17 બિલ્ડીંગો બની રહી છે જેને વર્ષ 2024 થી અત્યાર સુધી રજા ચિઠ્ઠી આપી દેવાઈ છે આ ઉપરાંત 15 માળ સુધીના 82 બિલ્ડીંગો તૈયાર થશે.આમ રિયલ એસ્ટેટને બુસ્ટર ડોઝ મળવાની સંભાવનાઓ જાણકારો માની રહ્યા છે.

અર્બન રીડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ જીતેન્દ્ર શાહ શું કહે છે…?

અમદાવાદ : અર્બન રીડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલ્ફેર એસોસિયેશન (URHWA)ના પ્રમુખ જીતેન્દ્રભાઈ શાહના મત મુજબ, અમદાવાદ આજે ભારતના સૌથી ઝડપથી વિકાસ પામતા મેટ્રો શહેરોમાં સ્થાન મેળવતું શહેર છે. કોમનવેલ્થ 2030, ઓલિમ્પિક 2036, રિવરફ્રન્ટ–આધારિત વિકાસ, મેટ્રો રેલ નેટવર્ક, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા પાયે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના કારણે શહેરનું શહેરી સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે.જેમાં ચાંદખેડા, મોટેરા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, પાલડી, નારણપુરા અને નવરંગપુરા જેવા વિસ્તાર, જે રિવરફ્રન્ટ અને મેટ્રો સાથે સીધા જાેડાયેલા છે, આજે સૌથી મહત્વપૂર્ણ રીડેવલપમેન્ટ ઝોન તરીકે ઉભરી રહ્યા છે.

રિવરફ્રન્ટ–કનેક્ટેડ ઝોનમાં રીડેવલપમેન્ટના મોટા લાભ
• મિલકતના ભાવમાં 30–45% સુધીની વૃદ્ધિ
• નવા હાઈરાઈઝ ટાવર્સ, ગેટેડ સોસાયટીઝ અને ટાઉનશિપનું વિકાસ
• મેટ્રો + રિવરફ્ન્ટ રોડ + એસજી હાઈવે = 3-વેજ સુપર કનેક્ટિવિટી
• વધુ ગ્રીન ઝોન, પાર્ક, ફૂટપાથ અને સ્માર્ટ રોડ સુવિધાઓ
• બિઝનેસ હબ, સ્ટાર્ટ અપ અને કેફે કલ્ચરનો ઉદય

જૂના ફ્લેટોના રીડેવલપમેન્ટના ખાસ લાભો
(ચાંદખેડા, મોટેરા, પાલડી, ઉસ્માનપુરા, નારણપુરા માટે ખાસ ઉમેરણ)
આ વિસ્તારોમાં 20–35 વર્ષ જૂના ફ્લેટ્સ મોટી સંખ્યામાં છે, અને હવે તે બધા ઝડપથી રીડેવલપમેન્ટ મોડલ હેઠળ નવા આધુનિક ફ્લેટોમાં પરિવર્તિત થઈ રહ્યા છે.

1. વધેલી મિલકત કિંમત
• જૂના ફ્લેટ કિંમત ? ?40–55 લાખ
• રીડેવલપમેન્ટ પછી ? ?75 લાખથી ?1.30 કરોડ
• 40–60% જેટલો મૂલ્યવધારો

2. વધેલી રહેવાની જગ્યા અને આધુનિક સુવિધાઓ
• વધુ કાર્પેટ એરિયા
• 24X7 સિક્યુરિટી, સીસીટીવી, લિફ્ટ
• બેસમેન્ટ પાર્કિંગ
• કોમ્યુનિટી હોલ, જીમ, ગાર્ડન જેવી સુધારેલી સુવિધાઓ

3. નારણપુરા – સોલા બેલ્ટનો ખાસ લાભ
• નારણપુરા સ્પોર્ટસ સંકુલ અને મેટ્રો સ્ટેશનના કારણે પ્રિમિયમ રેસીડેન્ટીયલ ડીમાન્ડ
• રીડેવલપેમેન્ટ ફલેટનેે સર્વોત્તમ રી-સેલ અને રેન્ટલ રીટર્નસ

4. મોટેરા – સ્ટેડીયમ બેલ્ટનો ખાસ લાભ
• નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અને મેટ્રો સ્ટેશનના કારણે પ્રિમિયમ રેસીડેન્ટીયલ ડીમાન્ડ
• રીડેવલપેમેન્ટ ફલેટનેે સર્વોત્તમ રી-સેલ અને રેન્ટલ રીટર્નસ

5. ચાંદખેડ-ગીફટ સીટી ગ્રોથ બેલ્ટ
• ગીફટ સીટીથી માત્ર 12–15 મિનિટ ડીસ્ટન્સ
• આઈટી સેકટરથી પ્રિમિયમ રેન્ટલ ડીમાન્ડ
• રીડેવલપમેન્ટ ફલેટ ? રેન્ટ વેલ્યું 25–40% વધારો

૬. ઉસ્માનપુરા-આશ્રમ રોડ પ્રાઈમ ઝોન
• રિવરફ્રન્ટ + મેટ્રો + CBD જાેડાણ
• પ્રિમિયમ રીસેલ વેલ્યુ અને કોર્મશિયલ ડીમાન્ડ

૭. પાલડી-જુની પ્રાઈમ પ્રોપર્ટીનું મોર્ડન અપગ્રેડેશન
• ઝડપી રીડેવલપમેન્ટ
• વાઈડ રોડસ, મોલ્સ, રિવરફ્રન્ટ એકસેસ

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ શું કહી રહ્યા છે…?

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની દ્રષ્ટિએ કોમનવેલ્થ ગેમ્સ 2030 ભારત, ગુજરાત, અમદાવાદ અને એમાંય નારણપુરામાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ સંકુલ કોમનવેલ્થ 2030 નું યજમાન બન્યું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે અને આ આપણને મળે તે માટેનો યશ, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતના ગૃહમંત્રી અને આપણા લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ અને તેમની ટીમએ મહેનત કરીને ઇન્ટરનેશનલ રમત ગમત મહોત્સવનું આયોજન અમદાવાદમાં થાય તે માટેના તેમના પ્રયત્નોને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ વતી આપણે સૌ રહીશોના એસોસિયનો ખૂબ ખૂબ વધાવીએ છીએ અને તેમને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.,. અને આ આંતરરાષ્ટ્રીય રમતગમત માટે અગાઉ થી જ ગુજરાતના પનોતા પુત્રોની સ્વપ્ન દ્રષ્ટા અને વિશાળ વિઝનના કારણે નારણપુરાની અંદર આ માટેનું જરૂરી ઇન્ટરનેશનલ સ્પોટ સંકુલ નારણપુરામાં આકાર પામી ગયું.તેના કારણે આ વિસ્તારો અમદાવાદ અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ અમદાવાદ આખું નવસર્જન પામશે અને આ નવસર્જનના ભાગરૂપે નારણપુરા, નવા વાડજ, સ્ટેડિયમ વોર્ડ અને અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટની કામગીરીને પણ સારો એવો વેગ મળશે અને અને તેમાં બનનારા નવા મકાનોની માગ અને તેજીમાં વધારો થશે અને તેની ગુણવત્તાઓ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની હોવાના કારણે સગવડતાઓ આમ જનતાને મળશે અને તેના લીધે આ રીડેવલપમેન્ટની સાથે સાથે રોડ રસ્તાઓ તથા પર્યાવરણ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું અનુરૂપ થાય તેવા લાભો પણ આમ જનતાને મળશે અને તેના કારણે આ સગવડો કાયમી અને અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજશે અને જેના કારણેે ઘણા બધા રોજગાર ધંધા તથા ઉદ્યોગો પણ એની સાથે સાથે આપણા વિસ્તારોમાં અને અમદાવાદમાં સ્થપાશે જેનો આડકતરો લાભ આપણને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડશે અને તેના કારણે મકાનોની રીડેવલપમેન્ટની માગ પણ વધશે અને તેનું નવસર્જન સફળ થાય તે માટે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નારણપુરામાં આવેલું સ્પોર્ટ સંકુલ તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ ફ્લેટો ગુજરાત હાઉસિંગ બોર્ડના હજારોની સંખ્યામાં આવેલા છે તો રીડેવલપમેન્ટ બાદ સમગ્ર વિસ્તાર આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુંદર સુગમ અને સરસ પર્યાવરણની દષ્ટિએ બની શકે તેમ છે.
લી. દિનેશ બારડ પ્રમુખ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ

પૂર્વ કોર્પોરેટર અને લોકતંત્ર સેનાની ઉત્તમ સુરતી શું કહે છે..?

અમદાવાદ શહેરમાં 2030 માં રમાનાર કોમનવેલ્થ સ્પોર્ટ્સ ગેમનું મુખ્ય મથક જ્યારે નારણપુરામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ તેનું મુખ્ય મથક રહેવાનું છે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સની આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જે ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે તેવા તમામ મકાનોને રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ રીડેવલપમેન્ટ કરવા જેવા છે હાલ રીડેવલપમેન્ટ પોલિસીમાં કેટલાક વિવાદો છે તેથી રીડેવલપમેન્ટ પોલિસીમાં ધરમૂળથી ઘણા ફેરફાર કરવા જેવા છે તે માટે હાઉસિંગ વિસ્તારના અગ્રણીઓ અને જાહેર જીવનના પ્રશ્નો સાથે જાેડાયેલા આગેવાનો સાથે અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે ગુજરાત સરકારે વિસ્તૃત ચર્ચા કરી નવી પોલીસી બનાવી હાઉસિંગ બોર્ડના આ જર્જરીત મકાનો રીડેવલપમેન્ટ કરવા જેવા છે દુનિયાભરના લાખો ખેલાડીઓ જ્યારે અહીંયા આવવાના છે તેમજ લાખો પ્રેક્ષકો પણ દુનિયાભરમાંથી આવવાના છે તો તાકીદે રીડેવલપમેન્ટની નવી પ્રજાલક્ષી પોલિસી બનાવી તાકીદે રીડેવલપમેન્ટ થાય તે માટે આપણા વિસ્તારના માનનીય સાંસદ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ યોગ્ય માર્ગદર્શન કરે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે…
-ઉત્તમ સુરતી પૂર્વ કોર્પોરેટર લોકતંત્ર સેનાની

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...