અમદાવાદ : અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના નારણપુરામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો.વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહમાં એક સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘તમે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી જીતી છે. પરંતુ અમદાવાદના લોકો, તૈયાર રહો કારણ કે આ શહેર 2036માં ઓલિમ્પિકનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે.”
અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે 2014માં ખેલ મંત્રાલયનું બજેટ 800 કરોડ હતું જે 2025 માં વધીને 4000 કરોડ જેટલું થયું છે. 2014માં કોમનવેલ્થ માં 15 મેડલ, 2018 માં 26 અને 2022 માં 21 મેડલ દેશના ખેલાડીઓએ જીત્યા છે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં 57 સામે 107 અને પેરાલિમ્પિક માં 33 ની સામે 111 મેડલ ખેલાડીઓએ મેળવ્યા છે. શ્રી સાહેબ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ભારતમાં ઓલમ્પિક રમાશે ત્યારે મેડલ તાલુકામાં આપણે એક થી પાંચમાં હોઈશું.
શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ગૃહમંત્રી કહ્યું કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરતા પહેલા શહેર 2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિત લગભગ એક ડઝન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરશે. આ મહોત્સવ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો.


