Friday, April 24, 2026

ટ્રાફિક નિયમ તોડનારા પર મોટો કડક કાયદો, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઇસન્સ રદ કરશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના સતત વધતા ઉલ્લંઘનને રોકવા માટે લાઇસન્સ રદનો વાહનવ્યવહાર વિભાગે હવે વધુ કડક પગલુ લેવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ હજારો લોકો નિયમ તોડે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિક સિસ્ટમ પર ભારે બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વાહનવ્યવહાર વિભાગે 5 કરતાં વધુ ટ્રાફિક મેમો ધરાવતા વાહનચાલકો સામે સીધી લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે ટ્રાફિક નિયમના ભંગના પાંચથી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહનચાલકોનું લાઈસન્સ રદ કરી શકશે. વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જો કે અંતિમ નોટિફિકેશન જાહેર થયા બાદ નિયમ અમલી બની જશે. મળતી માહિતી અનુસાર, વાહન વ્યવહાર વિભાગના મતે જે વાહન ચાલકના નામ પર પાંચથી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ માંગવામાં આવશે. વાહન ચાલકને સવાલ પૂછવામાં આવશે કે તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય. જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે.

અત્યાર સુધી, પોલીસ જ્યારે સતત નિયમ ભંગ કરતી ગાડીઓના નંબરની વિગતો RTOને મોકલે છે, ત્યારબાદ RTO લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરે છે. પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી છે અને એક વર્ષમાં માત્ર 2 થી 3 હજાર લાઇસન્સ જ રદ થાય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અમદાવાદ સહિત ગુજરાતભરમાં લાખો લોકો નિયમોની અવગણના કરે છે અને તેમના પર અનેક મેમો બાકી હોય છે.

વિભાગના આંકડાઓ મુજબ હાલમાં 5થી વધુ મેમો ધરાવતા વાહનચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે. આ લોકો સતત નિયમોનો ભંગ કરે છે પરંતુ કાયદાની ધીમી પ્રક્રિયા કારણે તેઓ પર અસરકારક કાર્યવાહી થતી નથી.નવા ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ પોલીસની સૂચના વગર પણ RTO પોતે પ્રાથમિકતા ધરાવતી માહિતી તપાસીને પગલાં લઈ શકશે. એટલે કે, જો કોઈ વાહનચાલક પર નિયમિત મેમો ભરાતા રહે, તો સિસ્ટમ આપમેળે તેને “રેડ લિસ્ટ”માં મૂકી નોટિસ મોકલી દેશે.

નોટિસ મળ્યા બાદ ચાલકને 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. યોગ્ય કારણો વિના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારાઓનું લાઇસન્સ નિશ્ચિત રીતે સસ્પેન્ડ અથવા રદ થશે.

હેલ્મેટ વિના ડ્રાઇવિંગ
સીટબેલ્ટ ન પહેરવી
સ્પીડ લિમિટનો ભંગ
રોહાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ
સિગ્નલ તોડવું
મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવવું
આ તમામ ઉલ્લંઘનો માત્ર દંડ નહીં પરંતુ અનેક અકસ્માતોને નિમંત્રણ આપે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...