Saturday, September 19, 2026

મેડિકલ સ્ટોર માટે નવો કડક નિયમ : સ્ટોરમાં ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ નહિ વેચી શકે મેડિસીન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ, દવાની દુકાનોમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય દવાનું વેચાણ નહિ કરી શકે. જો કરશે તો દંડ થશે અથવા જેલ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્યમાં દવાઓના વિતરણ અને વેચાણ અંગે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ફાર્મસી એક્ટ, 1948ની કલમ 42 મુજબ, મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન પર ફક્ત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ એલોપેથિક દવાઓનું વિતરણ અથવા વેચાણ કરી શકશે.ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) અને ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) અધિનિયમ, 2023’ અનુસાર, કલમ 42નું ઉલ્લંઘન કરનારને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂ. 2,00,000/- સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ ઉપરાંત, ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન પણ રદ અથવા સ્થગિત કરી શકાય છે.

જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે. જેમાં ફાર્મસિસ્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ નહિ કરી શકે. જો વેચાણ કરશે તો તેને દોષિત ઠેરવવામાં આવશે. અથવા તેને ત્રણ માસ સુધીની કેદ થઈ શકે છે. તેમજ બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. કેટલાક કેસમાં ફાર્માસિસ્ટનું લાઈસન્સ પણ રદ કે સ્થગિત થઈ શકે છે.

9 ડિસેમ્બરના રોજ ફાર્મસી કાઉન્સિલના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા તમામ હોસ્પિટલના સંચાલકો, મેડિકલ સ્ટોર કે ફાર્મસીના માલિકો અને કાર્માસિસ્ટ માટે આ માહિતી બહાર પાડવામાં આવી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જન્મ વિશ્વાસ એક્ટ મુજબ જે વ્યક્તિ ફાર્મસી અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરશે તેની સામે પગલાં લેવાશે.

એ પણ સામે આવ્યું કે, રાજ્યમાં અનેક એવી દવાની દુકાનો છે, જે ફાર્માસિસ્ટના લાયસન્સ પર જ ચાલે છે. જેના પર હવે રોક લાગી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...