Saturday, September 19, 2026

AMC કર્મચારીઓની ઈમાનદારી : અઢી લાખનું મંગળસૂત્ર સુરક્ષિત રીતે માલિકને સોંપાયું

spot_img
Share

અમદાવાદ : સિંધુભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદના અને ઈમાનદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સતર્કતા અને જવાબદારીના કારણે અંદાજે રૂ. 2.56 લાખ કિંમતનું ગુમ થયેલું સોનાનું મંગળસૂત્ર તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સવારે હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (ઉત્તર પશ્ચિમ ઝોન)ના કર્મચારી નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયા સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે વિસ્તારમાં નીકળ્યા હતા. આ દરમિયાન સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.56 લાખ હોવાનું જાણવા મળ્યું. બંને કર્મચારીઓએ ક્ષણભર પણ વિલંબ કર્યા વિના આ બાબતની જાણ થલતેજ-3 સબ ઝોનના આસી. મ્યુનિસિપલ કમિશનર હાર્દિકભાઈ ઠાકોરને કરી હતી.

હાર્દિકભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તરત જ આ કિંમતી વસ્તુના સાચા માલિકને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફેસ્ટિવલ સ્થળના સી.સી.ટી.વી. કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી, પરંતુ પ્રાથમિક રીતે મંગળસૂત્રના મૂળ માલિક સુધી પહોંચવું શક્ય બન્યું નહોતું. ત્યારબાદ હેલ્પ ડેસ્કના રજીસ્ટરમાં મળેલ મંગળસૂત્ર અંગેની સંપૂર્ણ નોંધ નિલકંઠપુરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી.

રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે મંગળસૂત્ર ગુમાવનાર મૂળ માલિક હેલ્પ ડેસ્ક પર પહોંચ્યા હતા. તેમણે મંગળસૂત્રના જુના ફોટોગ્રાફ્સ તેમજ ખરીદીનો બિલ રજૂ કરી પોતાની ઓળખ સાબિત કરી હતી. જરૂરી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ મંગળસૂત્ર સંપૂર્ણ સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું.

આમ, કિંમતી મંગળસૂત્ર પાછું મળતાં મૂળ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો તેમજ હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના શહેરી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓની ઈમાનદારી, જવાબદારી અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...