Saturday, February 28, 2026

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે એક શાનદાર સુવિધાની જાહેરાત કરી છે. હવે ST બસના મુસાફરોએ હાઈવે પરની હોટલોના ભોજન પર નિર્ભર રહેવું નહીં પડે, કારણ કે નિગમ દ્વારા ‘On Demand Packed Food’ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફર જનતાની સુખ સુવિધામાં વધારો થાય અને તે ઉચ્ચ ગુણવતા ની સારો નાસ્તો – આહાર મળે તેમજ આ સેવાનો મુસાફર જનતા દ્વારા વધુ ને વધુ લાભ લે તેવો પ્રયાસ કરાયો છે. સાથે જ, નિગમની પ્રતિષ્ઠામાં વધારો થાય તે માટે નિગમ દ્વારા જે પ્રમાણે રેલ્વે વિભાગમાં રનીંગ ટ્રેનમાં જમવાનું-નાસ્તો પ્રોવાઈડ કરવામાં આવે છે તે જ પ્રમાણે નિગમની એક્સપ્રેસ બસોમાં પણ સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેક્ડ ફૂડ મળી રહે તે પ્રયાસ કરાયો છે.

નવીન પ્રોજેક્ટને હાલ પુરતા પ્રાયોગિક ધોરણે ફકત અમદાવાદ સીટી માટે જ “એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવ મંગાવવામાં આવ્યા છે.હાલ પુરતાં પ્રાયોગિક ધોરણે અમદાવાદના પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ,જશોદાનગર પોઈન્ટ / પિકઅપ સ્ટેન્ડ ડીલીવરી આપવામાં આવશે.

નિગમની આ નવી યોજના મુજબ, મુસાફરો હવે રેલવેની જેમ બસમાં પણ મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશે.

મુસાફરે ઓનલાઈન ફૂડ ઓર્ડર(ફૂડ ઓન બસ) મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System)
સીસ્ટમ પર બસ ટીકીટ ની સાથે સાથે ફૂડ પણ અગાઉ થી બુકિંગ કરી શકે છે.
મુસાફરી શરુ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળ પહોચવાના 3 કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે.
મુસાફર ઓનલાઈન એડવાન્સમાં ફૂડ બુકિંગ કરી શકે / મુસાફરી દરમ્યાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે.
નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓ બસમા સર્વ નહી કરી શકે.
અનિયમિતતા/ સમયસર ફુડ્સપ્લાય ન કરવાના કિસ્સામા રૂ.5000/- થી રૂ.10000/- દંડની જોગવાઇ કરવામાં આવેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...