Wednesday, March 4, 2026

અમદાવાદમાં રેલવેનું નવું નજરાણું : આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’

spot_img
Share

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક અને અનોખી સુવિધા તરીકે રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં નાગરિકો અને મુસાફરો મુસાફરી કર્યા વિના પણ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પર બનનાર રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ આવી રેસ્ટોરન્ટ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદની જનતા પણ રેલવેના આ હરતા-ફરતા ડાઈનિંગ હોલનો આનંદ માણી શકશે.આ રેલ કોચ રેલ કોચ રેસ્ટોરાંની સૌથી મોટી વિશેષતા એ હશે કે તે 24 કલાક કાર્યરત રહેશે. અહીં મુસાફરો અને સ્થાનિક નાગરિકો દિવસ હોય કે રાત, ગમે ત્યારે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી શકશે.રેસ્ટોરામાં ઇન્ડોર બેઠક વ્યવસ્થાની સાથે આઉટડોર ડાઇનિંગની પણ સુવિધા હશે. આ ઉપરાંત, અહીં આવતા પરિવારો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને બાળકો માટે ખાસ ‘ફન ઝોન’ પણ બનાવવામાં આવશે, જેથી બાળકો રમી શકે અને વડીલો નિરાંતે ભોજન કરી શકે.

આ રેસ્ટોરન્ટને હરિયાળીથી ભરપૂર અને આનંદદાયક વાતાવરણમાં તૈયાર કરવામાં આવી રહી છે. આધુનિક ડિઝાઇન સાથેના આ કોચમાં જ રસોડું (એટેચ્ડ કિચન) હશે, જ્યાંથી ગ્રાહકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે.મેનૂમાં ઇન્ડિયન, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ જેવી અનેક વેરાયટી રાખવામાં આવશે. તમામ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલી આ રેસ્ટોરન્ટમાં ટેક-અવે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આંબલી રોડ સ્ટેશન પર આ પ્રોજેક્ટ સફળ થયા બાદ રેલવે વહીવટતંત્ર આગામી સમયમાં મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ આવી જ ‘રેલ કોચ રેસ્ટોરાં’ વિકસાવવાની યોજના ધરાવે છે.ભારતીય રેલવેના આ ઇનોવેટિવ એપ્રોચને કારણે રેલવેને આવક પણ થશે અને સામાન્ય લોકોને એક આકર્ષક પિકનિક સ્પોટ જેવું વાતાવરણ પોતાના જ શહેરમાં મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...