Friday, September 18, 2026

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન, 3 દિવસમાં 8 કેસ નોંધાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાંથી નશાબંધીના દુષણને નાબૂદ કરવાના ચાલુ મિશનના ભાગરૂપે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન શરુ કર્યું છે. છેલ્લા 72 કલાકમાં હાથ ધરવામાં આવેલ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સપ્લાય ચેઈનને તોડવાનો, નાણાકીય નેટવર્કને ટાર્ગેટ કરવાનો અને રીઢા ગુનેગારોની ઓળખ કરવાનો હતો.પોલીસના આ આક્રમક અભિગમથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી મુજબ, છેલ્લા 72 કલાકમાં ક્રાઈમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં NDPS એક્ટ હેઠળ 8 નવા કેસ નોંધ્યા છે. 30 થી વધુ જાણીતા ડ્રગ પેડલર્સને આંતરીને તેમની કડક પૂછપરછ અને બેકગ્રાઉન્ડ ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર નશાકારક દ્રવ્યો જ નહિ, ડ્રગ્સ ઉપરાંત, “ગોગો” (રોલિંગ પેપર/સ્મોકિંગ કિટ) અને ગેરકાયદેસર ઇ-સિગારેટના વેચાણને લક્ષ્ય બનાવીને પણ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.જેથી યુવાધનને બરબાદ થતું અટકાવી શકાય.

ડ્રગ ટ્રેડના લોજિસ્ટિક્સને તોડવા માટે, ક્રાઈમ બ્રાન્ચે ખાસ કરીને નાર્કો-ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને બે “જાણવા જોગ” (પ્રાથમિક તપાસ) શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પેડલર્સ વ્યવહાર કરવા અને પોલીસથી બચવા માટે નકલી સિમ કાર્ડ અને બેંકની ખોટી વિગતોનો ઉપયોગ કરી રહ્યા હતા. પરિણામે, પોલીસ હવે આ વ્યક્તિઓ સામે નશાબંધીના ગુના ઉપરાંત છેતરપિંડી અને બનાવટ (ફોર્જરી) માટે BNS (અગાઉની IPC) ની કલમો હેઠળ પણ ગુના નોંધી રહી છે.

પોલીસે આ ઝુંબેશમાં માનવીય અભિગમ દર્શાવ્યો છે, જેમાં ‘એડિક્ટ-પેડલર્સ’ (જેઓ મુખ્યત્વે પોતાના વ્યસનનો ખર્ચ કાઢવા ડ્રગ્સ વેચે છે) ની ઓળખ કરી તેઓને NDPS એક્ટની કલમ 64A હેઠળ, કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી રહી છે, જો તેઓ સ્વેચ્છાએ વ્યસનમુક્તિ માટે તબીબી સારવાર લેવા તૈયાર થાય, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...