Friday, September 18, 2026

AMC દ્વારા જાહેર માર્ગો અને ફૂટપાથ પરથી દબાણ દૂર કરવા ત્રણ દિવસીય નાઈટ ડ્રાઈવ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સુગમતા, જાહેર સલામતી અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા હેતુસર છેલ્લી ત્રણ રાત્રિ દરમિયાન વિવિધ ઝોનમાં વ્યાપક નાઈટ દબાણ વિરોધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જાહેર માર્ગો, ફૂટપાથ તેમજ ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવાની સંકલિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. છેલ્લી ત્રણ રાત્રિએ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોનમાં નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી.

પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ નગર, પંચવટી, સી.એન.વિદ્યાલય, પાંજરાપોળ, ઉસ્માનપુરા, એલ.ડી.કોલેજ, સેપ્ટ યુનિવર્સિટી રોડ, વિજય ચાર રસ્તા, સી.જી. રોડ, લો ગાર્ડન, કોમર્સ કોલેજ, નારણપુરા અને આશ્રમ રોડ વિસ્તારમાં રાત્રિના 10.30 થી 2 વાગ્યા સુધી કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન ફૂડ કાઉન્ટર, ટેબલ-ખુરશી સહિતના દબાણો દૂર કરી લોખંડના કાઉન્ટર/છતવાળી લારીઓ તથા અન્ય પરચુરણ સામાન મળીને કુલ 347 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં SG હાઈવે, ઇસ્કોન ચાર રસ્તા, ઝાયડસ ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ડ્રાઇવ-ઇન રોડ, હિમાલય મોલ, વસ્ત્રાપુર તળાવ, જજીઝ બંગલો રોડ, SP રિંગ રોડથી ભાડજ સર્કલ, સાયન્સ સિટી અને સિંધુ ભવન રોડ, કારગિલથી ગુજરાત હાઈકોર્ટ સુધીનો SG હાઈવે, વસ્ત્રાપુર તળાવ સહિતના વિસ્તારોમાં રાત્રિના 10.30 થી 1.30 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન લોખંડના કાઉન્ટર/છતવાળી અને વાંસવાળી લારીઓ, બોર્ડ-બેનર તથા અન્ય પરચુરણ સામાન મળીને કુલ 335 જેટલો માલસામાન જપ્ત કરાયો હતો.

ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હીરાવાડી BRTSથી ઠક્કરબાપાનગર, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર, માછલી સર્કલથી આદર્શનગર, વમની કાંકરીયાથી નરોડા ગામ તેમજ નવા નરોડા રોડ સુધી રાત્રિના 10થી 12.30 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં લોખંડના કાઉન્ટર/છતવાળી લારીઓ સહિત કુલ 43 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો. પૂર્વ ઝોનમાં સોનીની ચાલી, વિરાટનગર, કેનાલથી ડામર સર્કલ અને ઓઢવ વિસ્તારમાં સાંજના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યવાહી કરી લારીઓ, જાહેરાતના હોર્ડિંગ્સ/બોર્ડ-બેનર, વાંસ/વળી/તાડપત્રી સહિત કુલ 47 જેટલો માલસામાન જપ્ત કરાયો હતો.

મધ્ય ઝોનમાં દરિયાખાના ઘુમ્મટ રોડ, જે.પી. ચોક રોડ, કાલુપુર રેલવે સ્ટેશન રોડ અને સિવિલ હોસ્પિટલ રોડ વિસ્તારમાં રાત્રિના 8થી વહેલી સવારના 3 વાગ્યા સુધી કાર્યવાહી કરી લારીઓ, જાહેરાતના હોર્ડિંગ્સ અને અન્ય પરચુરણ સામાન મળીને કુલ 59 જેટલો માલસામાન જપ્ત કરાયો તથા જાહેર રસ્તાની બાજુ બનાવેલા ત્રણ કાચા શેડ દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ વિરોધી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...