Friday, April 24, 2026

ઉત્તરાયણ પહેલા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું જાહેર!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. લોકો 10 દિવસ પહેલાથી જ માર્કેટમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ લોકોની ધાબા પર ભીડ જામી જતી હોય છે અને લપેટ લપેટની બૂમો પણ શરુ થઈ જાય છે. ત્યારે આ વખતે પણ ઉત્તરાયણને લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને બીજા અથવા ભય પહોંચાડે એવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ પર દોડી પતંગ પણ પકડી શકાશે નહીં. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અકસ્માતોની ઘટના બનતી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોઈપણ વ્યક્તિ જો આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવા માટે લોકો ધાબાઓ ભાડા ઉપર લેતા હોય છે. ત્યારે તે ધાબાના ભાવમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો દૂર દૂરથી પોતાના પરિવાર સામે ધાબાઓ ભાડે રાખી બે દિવસ ઉત્તરાયણની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...