Friday, April 24, 2026

ગૃહમંત્રી અમિત શાહે 330 કરોડના વિકાસકાર્યોની ભેટ, IMA ના કાર્યક્રમમાં ડૉક્ટરોને કરી આ ખાસ ટકોર

spot_img
Share

અમદાવાદ : શહેરમાં શહેરી વિકાસને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના વિકાસકાર્યો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા.અમદાવાદ શહેરના વિકાસ,આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.

આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યુ. પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદના વણઝરના રહીશોને સનદ આપવાની કાર્યવાહી કરવામાં આવી. આ સનદ વિતરણથી રહીશોને માલિકી હકનો અધિકાર મળશે,જે સામાજિક ન્યાય અને માનવીય દૃષ્ટિકોણનું મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલા IMAના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેણે તબીબઆલમને ટકોર કરી કે આયુષ્યમાન ભારત અને જેનરિક દવાના સ્ટોર મુદ્દે બોલીને તેનુ મહત્વ ન ઘટાડશો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તબીબો સાથે કોઈ સ્પર્ધા નથી, પરંતુ સમગ્ર સિસ્ટમનું પાલન અનિવાર્ય છે. “દેશમાં વિવિધ સમાજજીવન અને વિવિધ પ્રકારના દર્દીઓ છે, તેથી વ્યવસ્થા મજબૂત રાખવી જરૂરી છે,” તેમ શાહે જણાવ્યું.

અમિત શાહે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે અને આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બની છે. આજનો યુગ મેડિકલ પ્રિવેન્શનનો છે અને ડૉક્ટર દરેક દર્દી માટે આશાનું કિરણ છે. દરેક દર્દીને ડૉક્ટરમાં ઈશ્વરનું રૂપ દેખાય છે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે કેટલાક લોકો દ્વારા વ્યવસ્થાને નીચું બતાવવાના પ્રયાસો સામે એકજૂટ રહેવાની અપીલ પણ કરી.

આ પ્રસંગે અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે “રાહુલ બાબા, તમે હારથી થાકો નહીં, બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું નક્કી રાખજો.” તેમણે જણાવ્યું કે 2029માં ફરી મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનાવશે. “અમે રામ મંદિર બનાવીએ તો વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તો પણ વિરોધ કરો, જનતાને જે ગમે તેનો વિરોધ કરશો તો મત ક્યાંથી મળશે?”

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...