Wednesday, July 22, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિદ્ધિ, 1 વર્ષમાં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી OPD સેવા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, એક વર્ષના ટૂંકા ગાળામાં 11 લાખથી વધુ OPDના કેસ નોંધાવા પામ્યા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો સારવાર માટે સિવિલ પર નિર્ભર છે.

આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2025માં કુલ 11,63,740 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાઓનો લાભ લીધો છે, જ્યારે 1,04,840 દર્દીઓએ ઇન્ડોર (IPD) દર્દી તરીકે દાખલ થઈને સારવાર મેળવી છે.“સિવિલ હોસ્પિટલ માત્ર આંકડાઓથી નહીં, પણ લાખો દર્દીઓના સ્મિત અને સંતોષથી ઓળખાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે છેવાડાના માનવીને પણ અદ્યતન ટેકનોલોજી અને માનવતાભર્યા અભિગમ સાથે શ્રેષ્ઠ સારવાર મળે. વર્ષ 2025ના આ આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે.”

વિભાગવાર સારવારના આંકડા (વર્ષ 2025):

વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં લાખો દર્દીઓએ સારવાર મેળવી છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

મેડીસીન વિભાગ: હોસ્પિટલના સૌથી વ્યસ્ત ગણાતા આ વિભાગમાં 1,52,454 દર્દીઓએ ઓપીડી સેવા લીધી હતી અને 28,865 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.

ઓર્થોપેડીક વિભાગ: હાડકાના રોગોની સારવાર માટે 1,09,837 દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા, જ્યારે 8,656 દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

રેડિયોલોજી વિભાગ : રેડિયોલોજી વિભાગ દ્વારા 3,98,710 એક્સ-રે, 24,292 સીટી સ્કેન અને 11,910 એમઆરઆઈ તપાસ કરવામાં આવી છે.

ડર્મેટોલોજી (સ્કીન) વિભાગ: ચામડીના રોગોની સારવાર માટે વર્ષ દરમિયાન કુલ 1,08,667 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો.

પીડીયાટ્રીક વિભાગ: બાળકોના આરોગ્ય માટે આ વિભાગમાં 84,772 ઓપીડી અને 18,328 જેટલા બાળકોને દાખલ કરી સારવાર અપાઈ હતી.

સ્ત્રીરોગ અને પ્રસુતા વિભાગ: આ વિભાગમાં 82,231 દર્દીઓએ ઓપીડીમાં નિદાન કરાવ્યું હતું અને 14,120 મહિલા દર્દીઓને ઇન્ડોર સુવિધા હેઠળ સારવાર મળી હતી.

સર્જરી વિભાગ: શસ્ત્રક્રિયા માટે 55,707 દર્દીઓએ ઓપીડીનો સંપર્ક કર્યો હતો અને 18,329 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

સુપર સ્પેશિયાલિટી વિભાગોની કામગીરી:

પીડીયાટ્રીક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી તેમજ ન્યુરો મેડિસિન જેવા વિશિષ્ટ વિભાગોમાં પણ સેવાનું ઉમદા કાર્ય થયું છે.

અદ્યતન સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત પેરામેડિકલ સ્ટાફ સાથે ટેકનોલોજીનો સમન્વય કરી સિવિલ હોસ્પિટલ આજે ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરી રહી છે. સારવારના આ આંકડા સિવિલ હોસ્પિટલની વિશાળ ક્ષમતા અને દર્દીઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...