અમદાવાદ : 77માં ગણતંત્ર દિવસની દિલ્લીના કર્તવ્ય પથ પર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારે આ વર્ષે પણ ફરી તમારો એક વોટ તમારા ગુજરાતના ટેબ્લોને બનાવી શકે છે વિજેતા. ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવવાની તક ગુજરાતીઓને મળી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ “ વિષય આધારિત ટેબ્લો ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
આ રીતે કરી શકો છો આપ વોટિંગ :
અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :
• Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/
• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.
વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2026 રાત્રે 11:45 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.


