Thursday, July 23, 2026

‘કેન્સર એટલે જીવનનો અંત નહીં’: અમદાવાદમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ‘ધ ગોલ્ડન વોઇસ’ કાર્યક્રમમાં કેન્સર વોરિયર્સે જગાવી નવી આશા

spot_img
Share

અમદાવાદ: વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક અનોખા અને ભાવનાત્મક કાર્યક્રમ “ધ ગોલ્ડન વોઇસ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતા “કેન્સર એટલે જીવનનો અંત” ને તોડવાનો અને કેન્સર બાદ પણ જીવન સકારાત્મક બની શકે છે તેવો સંદેશ આપવાનો હતો.

કેન્સર વોરિયર્સ બન્યા મંચના સિતારા કાર્યક્રમની સૌથી ખાસ વાત એ હતી કે અહીં કેન્સર વોરિયર્સ (કેન્સર વિજેતાઓ) પોતે જ કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમણે મંચ પર આવીને ભાવસભર ગીતો રજૂ કર્યા હતા અને પોતાના પ્રેરણાદાયી અનુભવો વર્ણવ્યા હતા. એક વોરિયરે શંખનાદ કરી વાતાવરણમાં આધ્યાત્મિક ઊર્જા ફેલાવી હતી, જે કેન્સર પરની જીતનું પ્રતિક બની રહ્યું હતું.

આ ઉપરાંત, અગ્રણી એચ બી કાપડીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગણેશ વંદના અને પ્રાઇમરી સ્કૂલના બાળકોએ “હોપ ડાન્સ” રજૂ કરીને આશા અને હિંમતનો સંદેશ પાઠવ્યો હતો.

સમાજનો અભિગમ બદલવાનો પ્રયાસ આ પ્રસંગે અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના ડૉ. કૌસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, “કેન્સર વિજેતાઓ માત્ર દર્દી નથી પરંતુ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. અમારું લક્ષ્ય કેન્સર બાદ દર્દીનું જીવન સન્માનસભર અને ગુણવત્તાપૂર્ણ બને તે સુનિશ્ચિત કરવાનું છે.”

જ્યારે AMA ના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહે કહ્યું હતું કે, “જ્યારે કેન્સર વિજેતાઓ પોતે મંચ પર ઉભા રહી પ્રતિભા રજૂ કરે છે, ત્યારે તે સંદેશ કોઈ પણ ભાષણ કરતા વધુ અસરકારક સાબિત થાય છે.”

અરવિંદ વેગડાની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય ગાયક અરવિંદ વેગડાએ વિશેષ હાજરી આપી હતી. તેમણે કેન્સર વોરિયર્સની હિંમતને બિરદાવી હતી અને પોતાના સુપરહિટ ગીત “ભાઈ ભાઈ” ની રમઝટ બોલાવી હતી, જેના પર ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં ડોક્ટર્સ, દર્દીઓ, તેમના પરિવારજનો અને વિદ્યાર્થીઓ મળીને અંદાજે 250 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ ભવિષ્યમાં પણ આવી જનજાગૃતિ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...