Friday, September 18, 2026

AMCની ઘોર બેદરકારીને કારણે ખુલ્લા ખાડામાં પડતા બે ગાયોના મોત, ગૌ પ્રેમીઓમાં ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ગંભીર બેદરકારીથી બે ગાયોના કરુણ મોત નીપજ્યા હોવાની ગંભીર ઘટના સામે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ અને બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. જ્યારે અન્ય ત્રણ ગાયોને મહામુસીબતે બચાવી લેવામાં આવી છે, ત્યારે આ ઘટનાથી ગૌપ્રેમીઓ અને શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ લાંભા વોર્ડના સૈજપુર ગોપાલપુર ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ચેમ્બર બનાવવા માટે તંત્ર દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઈપણ બાંધકામ કે ખોદકામ સમયે સુરક્ષા માટે આસપાસ બેરિકેટિંગ કરવું અનિવાર્ય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર અને ઇજનેરોએ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન કે બેરિકેટિંગ કર્યું નહોતું. જેથી સુરક્ષાના અભાવે ગાયોનું ટોળું અંધારામાં અથવા અજાણતા આ ઊંડા ખાડામાં ખાબક્યું હતું.જેના કારણે બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. જ્યારે અન્ય ત્રણ ગાયોને મહામુસીબતે બચાવી લેવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે બનેલી આ ઘટનામાં કુલ પાંચ ગાયો આ ખાડામાં પડી હતી. જેથી અચાનક ધડામ જેવો અવાજ સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બાદ સ્થાનિકોએ ભારે જહેમતથી ત્રણ ગાયોને જીવતી બહાર કાઢી લેવામાં આવી હતી, જે હાલ અત્યંત ગંભીર હાલતમાં છે. પરંતુ દુર્ભાગ્યવશ બે ગાયોના ખાડામાં જ મોત નીપજ્યા હતા.

બાદમાં ઘટનાની જાણ થતા જ AMCના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને JCBની મદદથી ગાયોના મૃદદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી રહી છે.

આ દુર્ઘટનાને પગલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જે સ્થળે આ ખાડો ખોદવામાં આવ્યો હતો તે રહેણાંક વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં પશુઓની અવરજવર રહે છે. તેમ છતાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ કરવામાં આવ્યા નહોતા.ગૌપ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો તંત્રએ સમયસર તકેદારી રાખી હોત તો નિર્દોષ અબોલ પશુઓના જીવ બચાવી શકાયા હોત.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...