Thursday, April 23, 2026

સાણંદમાં દારૂ-હુક્કા પાર્ટી પર પોલીસે પાડ્યા દરોડા, મહેફિલ માણતાં 80 યુવક-યુવતી ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસ આ રેડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એનિવર્સરીની પાર્ટીમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળી હતી. જે બાદ બોપલ પોલીસની ટીમે રેઇડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો.

પોલીસે રેઇડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. દારૂની મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને ધનાઢ્ય પરિવારના યુવક-યુવતીઓ છે.

આ અગાઉ ગત વર્ષે પણ સાણંદના ખાનગી રીસોર્ટમાં દારૂ પાર્ટી ઝડપાઈ, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોની બર્થ ડે પાર્ટી હતી.જેમાં 80 લોકોઝડપાયા હતા, જેમાંથી 13 પુરુષ અને 26 મહિલાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓની વિગત નીચે મુજબ છે:

દારૂનો જથ્થો: વિદેશી દારૂની 08 સીલબંધ બોટલ (કિંમત 43,550), 07 અડધી ભરેલી બોટલો અને 03 ખાલી બોટલો તેમજ દારૂ પીવા માટેના 70 કાચના ગ્લાસ.

હુક્કા અને ફ્લેવર્સ: રબ્બરની પાઇપવાળા 10 હુક્કા (કિંમત 10,000), હુક્કા ફ્લેવર્સના 08 પેકેટ અને 33 પ્લાસ્ટિકના ડબ્બા.

મોબાઈલ અને વાહનો: આરોપીઓ પાસેથી મળી આવેલા 74 મોબાઈલ ફોન (કિંમત 26,30,000) અને સ્થળ પરથી 22 લક્ઝરી ફોર-વ્હીલર ગાડીઓ (કિંમત 2,65,00,000) કબજે કરવામાં આવી છે.

આ મામલે પોલીસે આયોજક અમિત પચેરીવાલ અને અન્ય હાજર લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો જેવી કે 65(A)(A), 116(B), 66(1)(B), 75(A), 85(1)(3), 81, 84 અને 86 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...