Thursday, April 23, 2026

બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારી ! સાતમા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો, ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી છે. આ શાળાના ધોરણ 7ના વિદ્યાર્થીને ત્રણ વિદ્યાર્થીઓએ મળીને માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થીના વાલીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ઘટના માત્ર શાળાની શિસ્ત પર પ્રશ્નચિહ્ન ઊભું કરતી નથી, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઉભા કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની બહુચર્ચિત શાળા ફરીથી વિવાદમાં આવી છે. આ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ફરીથી મારામારી થઈ છે. આ શાળામાં સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના વાલીએ આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધોરણ સાતના વિદ્યાર્થીને ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યાની ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીએ લાઇનમાં આવવાનું કહેતા અદાવત રાખીને માર માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.હાલમાં સ્કૂલમાં ખાનગી કપડાંમાં પોલીસકર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.

ભોગ બનનાર વિદ્યાર્થી સ્કૂલમાં મોનીટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. શાળાની નિયમિત પ્રક્રિયા મુજબ તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહેવા કહ્યું હતું. આ સામાન્ય સૂચનને લઈને ત્રણ વિદ્યાર્થીઓએ તેના પ્રત્યે અદાવત રાખી હતી. થોડા સમય બાદ, તક જોઈને આ ત્રણેય વિદ્યાર્થીઓએ મોનીટર વિદ્યાર્થી પર હુમલો કર્યો.

હુમલા દરમિયાન ત્રણેય વિદ્યાર્થીઓએ મોનીટર વિદ્યાર્થીને માર માર્યો હતો અને તેની શર્ટના બટન પણ તોડી નાખ્યા હતા. ઘટનાથી વિદ્યાર્થી ભયભીત થઈ ગયો હતો. સ્કૂલ પરિસરમાં આવી ઘટના બનવી ખૂબ જ ગંભીર બાબત ગણાય છે, ખાસ કરીને જ્યારે તે નાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી હોય.બનાવની જાણ થતાં DEO કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી છે. આ ટીમ દ્વારા આક્ષેપિત બાળકોને બોલાવીને નિવેદન લેવામાં આવશે.

ઘટનાની જાણ થતાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ તરત જ ખોખરા પોલીસ સ્ટેશનમાં પહોંચીને ત્રણ વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમના પુત્રને મોનીટર હોવાના કારણે નિશાન બનાવવામાં આવ્યો અને તેને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવ્યો.

આ ઘટનાને લઈને સ્કૂલ પ્રશાસનની ભૂમિકા પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલમાં પૂરતી દેખરેખ અને શિસ્તનો અભાવ છે. જો સમયસર શિક્ષકો અથવા સ્ટાફ વચ્ચે હસ્તક્ષેપ કર્યો હોત, તો આવી ઘટના ટાળી શકાત.

 

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...