Friday, September 18, 2026

આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ! અમદાવાદ સહિત આ 14 સેન્ટરો પર હવે MRI કરાવવું બનશે સરળ અને સસ્તું, સરકારે લીધો મોટો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : રાજ્યના દર્દીઓને ઘરઆંગણે ઝડપી અને સચોટ નિદાન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આધુનિક તબીબી સાધનોની સુવિધામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ₹178.54 કરોડના ખર્ચે 14 નવા અદ્યતન MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે. આ મશીનો રાજ્યની વિવિધ સિવિલ અને GMERS હોસ્પિટલોમાં કાર્યરત કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર દ્વારા કુલ ₹178.54 કરોડના ખર્ચે 14 નવા અદ્યતન અત્યંત આધુનિક 1.5 ટેસ્લા ટેકનોલોજી વાળા MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે.આ ટેકનોલોજીની મદદથી દર્દીઓના રોગનું નિદાન વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થઈ શકશે. એક MRI મશીનની અંદાજિત કિંમત ₹12.75 કરોડ છે.આ મશીનો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરની સિવિલ હોસ્પિટલોમાં કાર્યરત થશે. આ ઉપરાંત, ધારપુર (પાટણ), વડનગર, વલસાડ, જૂનાગઢ, નવસારી, રાજપીપળા, ગોધરા, પોરબંદર, મોરબી અને વિસનગરની GMERS હોસ્પિટલોમાં પણ દર્દીઓને MRI ની સુવિધા મળી રહેશે.

સામાન્ય રીતે ખાનગી સેન્ટરોમાં MRI રિપોર્ટ કરાવવો મધ્યમ અને ગરીબ વર્ગ માટે ખર્ચાળ હોય છે. હવે સરકારી હોસ્પિટલોમાં આ અદ્યતન મશીનો મુકાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે અથવા મફતમાં નિદાનની સુવિધા મળશે. તેનાથી નિદાનમાં થતો વિલંબ ઘટશે અને દર્દીઓની સારવાર સમયસર શરૂ કરી શકાશે.જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓના દર્દીઓને હવે MRI કરાવવા માટે ખાનગી લેબોરેટરી કે અન્ય શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...