Thursday, July 23, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, મેટ્રોની સુરક્ષાને સંબંધિત ગુનાઓ માટે હવે આ બે પોલીસ સ્ટેશનમાં નોંધાશે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, નવી વ્યવસ્થા હેઠળ, મેટ્રો ટ્રેનની અંદર ચોરી, હુમલો, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રો બિલ્ડીંગ, પ્લેટફોર્મ અથવા ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન સંબંધિત ગુનાઓ સેક્ટર મુજબ નોંધવામાં આવશે.

જે અંતર્ગત સેક્ટર-1 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-1, ઝોન-7, ઝોન-2 અને ઝોન-3 ના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ, વાડજ, એલિસબ્રિજ, સરખેજ, વાસણા, વેજલપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, સેટેલાઈટ, ચાંદખેડા, માધવપુરા, રાણીપ, સાબરમતી, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, કારંજ, શાહપુર, કાલુપુર, શહેર કોટડા, ગાયકવાડ હવેલી અને ખાડીયા વગેરે વિસ્તારોમાં બનતી ઘટનાઓ માટે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે. આ વ્યવસ્થાથી મુસાફરોને અલગ-અલગ સ્થાનિક પોલીસ સ્ટેશનો વચ્ચે મુંઝવણ અનુભવવી પડશે નહીં.

તેવી જ રીતે, સેક્ટર-2 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-4, ઝોન-5 અને ઝોન-6 હેઠળના પોલીસ સ્ટેશનો જેવા કે દરિયાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, નરોડા, સરદાર નગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રામોલ, ઇસનપુર, મણીનગર, વટવા, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ વગેરે વિસ્તારોમાં મેટ્રો ટ્રેન કે મિલકતને લગતા ગુનાઓ માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

જોકે, આ જાહેરનામામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો પ્રોપર્ટી સાથે સીધી રીતે સંબંધિત ન હોય તેવી બાબતો જેમ કે પ્લેટફોર્મ અથવા આસપાસના વિસ્તારોમાં થતા ઝઘડા કે વિવાદો સંબંધિત અધિકારક્ષેત્રના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...