Friday, September 18, 2026

નવા વાડજની આ શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓનો શુભકામના સમારોહ અને ગાયત્રી હવન યોજાયો,જુઓ Video

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં વિદ્યાર્થીઓને બોર્ડની હોલ ટિકિટનું વિતરણ કરવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને એકાગ્રતા જળવાય તે હેતુથી ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર ગાયત્રી હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને હવનની આહુતિઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક જોડાઈને પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના કરી હતી. ગાયત્રી પરિવારની બહેનોએ તમામ વિદ્યાર્થીઓને તિલક કરી આશીર્વાદ આપ્યા હતા.

માત્ર આશીર્વાદ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનથી મુક્ત રાખવા માટે ખાસ માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા દરમિયાન:

સમયનું વ્યવસ્થાપન (Time Management) કેવી રીતે કરવું.
પ્રશ્નપત્ર લખતી વખતે કયા ટેકનિકલ મુદ્દાઓનું ધ્યાન રાખવું.
હોલ ટિકિટ અને નિયમોનું ચુસ્ત પાલન કરવું.
શાંત ચિત્તે આત્મવિશ્વાસ સાથે પેપર લખવા જેવી બાબતો પર ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાઓના સમસ્ત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહેનત અને ધૈર્ય જ સફળતાની ચાવી છે. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી મંગલમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...