Monday, October 12, 2026

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. વિપક્ષના જ નહીં પણ સત્તાપક્ષ ભાજપના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ઉપરાંત મંત્રીઓના જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમનું માન સન્માન પણ ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી.મંત્રીઓ અને ધારાસભ્યોને પ્રોટોકોલ ન મળવાની વધતી ફરિયાદોને પગલે સામાન્ય વહીવટ વિભાગે આકરો પરિપત્ર જાહેર કર્યો છે. જે હાલ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અધિકારીઓએ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ જેવા જનપ્રતિનિધિઓની ગરિમા જાળવવી પડશે અને મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમને ગરિમાપૂર્ણ આવકાર આપવો અનિવાર્ય રહેશે. વહીવટમાં સંકલન જળવાય તે હેતુથી જિલ્લા પ્રભારીને વિશ્વાસમાં લઈ કાર્યક્રમો યોજવા તેમજ લોકપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર ત્વરિત મુલાકાત આપી તેમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જોકે, આ આદેશ બાદ સચિવાલયમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું અધિકારીઓ પદાધિકારીઓનું યોગ્ય સન્માન નથી કરી રહ્યા? શું મંત્રીઓ અને સાંસદોને મુલાકાત માટે કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે? આ પરિપત્રે સત્તાધારી પક્ષ અને અમલદારી વચ્ચેના અદ્રશ્ય ગજગ્રાહને જાહેરમાં લાવી દીધો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં અધિકારીઓની ટીકા કરી હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લેખિત પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રની સૂચનાઓનો ભંગ કરનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પ્રશાસનમાં પારદર્શિતા અને સમન્વય વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં આ પરિપત્રને પ્રજાના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...