Thursday, September 17, 2026

નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કેમ્પનું ભવ્ય આયોજન: વાલીઓ અને બાળકોને હેલ્મેટનું વિતરણ કરાયું

spot_img
Share

અમદાવાદ : વધતા જતા વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સંખ્યાને ધ્યાને રાખીને, ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ (ICICI Lombard) દ્વારા સ્થાપિત ‘પ્રભાવ ફાઉન્ડેશન’ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. તારીખ 26/02/2026, ગુરુવારના રોજ નવા વાડજ સ્થિત ‘અક્ષર પ્રાથમિક શાળા’ ખાતે ટ્રાફિક અવેરનેસ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

‘પ્રભાવ ફાઉન્ડેશન’ દ્વારા યોજાયેલ આ શિબિરમાં મુખ્ય વક્તા તરીકે જયપ્રકાશભાઈ પટેલ અને પૂર્વીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું શા માટે અનિવાર્ય છે, તે વિશે ખૂબ જ સરળ અને પ્રભાવશાળી રીતે સમજૂતી આપી હતી. માર્ગ સલામતી અંગેના મહત્વના સૂચનો આપતા તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક શિસ્ત માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે જરૂરી છે.

કાર્યક્રમના અંતે ‘પ્રભાવ ફાઉન્ડેશન’ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ, બાળકો અને શિક્ષકોને સુરક્ષાના ભાગરૂપે ‘સ્ટીલબર્ટ’ (Steelbird) કંપનીના ઉચ્ચ ગુણવત્તાયુક્ત હેલ્મેટ ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. સંસ્થાની આ પહેલને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધી હતી.

આજના સમયમાં જ્યારે રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે, ત્યારે આવી જાગૃતિ શિબિરો પ્રજામાં સભાનતા કેળવવા માટે અત્યંત અનિવાર્ય છે. પ્રભાવ ફાઉન્ડેશન અને અક્ષર પ્રાથમિક શાળાના આ સંયુક્ત પ્રયાસને મિર્ચી ન્યૂઝ પરિવાર બિરદાવે છે. સમાજમાં સુરક્ષા અને નિયમન જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમો સતત થતા રહે તેવી મિર્ચી ન્યૂઝ પરિવારની અનેકગણી શુભકામનાઓ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...