Monday, March 2, 2026

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનમાં કારની ટક્કરે વૃદ્ધનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતની ત્રણ ભયાનક ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. રફતારના શોખીન નબીરાઓએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર, એસજી હાઈવે પર અને વટવામાં બનેલી આ ઘટનાઓ ‘હિટ એન્ડ રન’ અને બેફામ ડ્રાઈવિંગનો વરવો નમૂનો પેશ કરે છે.

1. વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનમાં કારની ટક્કરે વૃદ્ધનું મોત

વસ્ત્રાપુરમાં તક્ષશિલા ટાવરમાં રહેતા 84 વર્ષીય મહેશભાઇ રાંદેર ગત 25મી ફેબુ્આરીના રોજ બપોરના સમયે માનસી સર્કલથી સુદર્શન સર્કલથી રસ્તો ક્રોસ કરીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે કારની ટક્કર લાગતા નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જો કે કારચાલકે જણાવ્યું હતુ કે કારની ટક્કર તેમને લાગી નહોતી પણ તે ડરી ગયા હતા.ત્યારબાદ આકરી પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતુ કે કારની ટક્કર લાગી હતી. જેના આધારે એ ડીવીઝન ટ્રાફિક પોલીસે કારચાલક પુષ્પદાન ગઢવીએ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

2. એસજી હાઈવે પર : ગોતામાં બાઈક ચાલકની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત

ગોતામાં આવેલા શિવપાર્કમાં રહેતા સિદ્ધાર્થસીંગ ચૌહાણ ( ઉ.વ.60) શનિવારે ગોતાથી વૈષ્ણોદેવી તરફ જતા એસ જી હાઇવે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે એક કારચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. તપાસ કરતા કારચાલકનું નામ જીગર જાડેજા (રહે. સનસાઇન હાઇટ્સ-1, કુડાસણ) હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ એસજી હાઈવે ટ્રાફિક પોલીસે આરોપી જીગર જાડેજા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

3. એસપી રીંગ રોડ : વટવામાં પાર્ક ટ્રક પાછળ અથડાતા યુવકે જીવ ગુમાવ્યો

નિકોલમાં રહેતા 19 વર્ષીય વિશાલ સિસોદીયા પાલડીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રોજની જેમ 23મી તારીખે સવારે ટુ-વ્હીલર પર કામે નીકળ્યો હતો. વટવા એસપી રીંગ રોડ તરફ જતા સમયે બ્રિજ ઉતરી રોપડા ચાર રસ્તા નજીક પહોંચતા જ અચાનક રસ્તા પર પાર્કિંગ લાઇટ વિના ઉભેલા ટ્રક સાથે તેની બાઈક જોરદાર અથડાઈ હતી.

ટક્કર બાદ વિશાલ રસ્તા પર પટકાતા તેમના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખેસેડ્યો હતો. તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છતાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારી સામે આવતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...