Saturday, March 7, 2026

ક્રિકેટ પ્રેમીઓને રેલવેની ભેટ, અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઈનલને લઈ દોડાવશે સ્પેશિયલ ટ્રેન, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં યોજાનાર ક્રિકેટના મોટા મુકાબલાને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરો માટે ખાસ તૈયારીઓ કરી છે. ચાહકોની વધતી જતી ભીડને સમાવવા માટે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. 8 માર્ચે રમાનારી ફાઈનલ મેચ જોવા અનેક ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચશે.

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વધતા મુસાફરોના ટ્રાફિકને સંભાળવા માટે ખાસ તૈયારીઓ કરી છે. આના ભાગ રૂપે તેમણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો ખાસ ભાડા પર દોડશે, જેનાથી ચાહકો અને મુસાફરોને વધારાના મુસાફરી વિકલ્પો મળશે.

ટ્રેન નંબર 09027/09028 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ (બે ફેરા)
ટ્રેન નંબર 09027 શનિવાર 7 માર્ચ, 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 11.45 કલાકે પ્રસ્થાન કરશે અને 8.30 કલાકે અમદાવાદ પહોંચાડશે.
ટ્રેન નંબર 09028 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન સોમવાર, 9 માર્ચ, 2026ના રોજ અમદાવાદથી સવારે 3 કલાકે ઉપડશે અને 11.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર થોભશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર અને એસી 3 ટાયર કોચ હશે.

ટ્રેન નંબર 09021/0902 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ફેરા)
ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 8 માર્ચ 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.20 કલાકે પ્રસ્થાન કરશે અને બપોરે 12.40 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 09022 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર 8 માર્ચ 2026ના રોજ અમદાવાદથી બપોરે 3.10 કલાકે ઉપડશે અને રાત્રે 9.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર થોભશે. ટ્રેનમાં વિસ્ટાડોમ, એક્ઝિક્યુટિવ અનુભૂતિ, એક્ઝિક્યુટિવ ચેર કાર અને એસી ચેર કાર કોચ હશે.
ટ્રેન નંબર 09027-09028નું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે, જ્યારે ટ્રેન નંબર 09021-09022નું બુકિંગ આવતીકાલથી શરૂ થશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને પગલે હવાઈ ભાડામાં મોટો વધારો થયો છે. દિલ્હી, બેંગ્લુરુ અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટોના ભાડા સામાન્ય દિવસો કરતા બે થી ત્રણ ગણા વધી ગયા છે. ખાસ કરીને મુંબઈથી અમદાવાદનું જે ભાડું સામાન્ય રીતે રૂ. 3 હજારથી 5 હજારની વચ્ચે હોય છે, તે રવિવારે બપોર સુધીની ફ્લાઈટો માટે રૂ. 15 હજારથી રૂ. 22 હજાર સુધી પહોંચી ગયું છે. મુંબઈથી આવતી ફ્લાઈટો અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. દિલ્હી અને બેંગ્લુરુથી પણ સવારની ફ્લાઈટોનું ભાડું પણ રૂ.20 હજાર સુધી પહોંચી ગયું છે.

ભારત ફાઈનલમાં પહોંચતા જ ક્રિકેટ પ્રેમીએ અમદાવાદની વિવિધ હોટલોમાં રૂમ બુક કરાવી રહ્યા છે. જેના કારણે હોટલોના રૂમ ભાડામાં પણ વધારો થયો છે. કેટલીક હોટલોમાં તમામ રૂમ પેક થઈ ગયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...