Friday, May 1, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી DJ નહીં વગાડી શકાય

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ અવાજનું પ્રદૂષણ અટકે તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અન્વયે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના વિસ્તારમાં અમલી રહેશે.

અમલીકરણનો સમયગાળો
આ જાહેરનામું તા. 06/03/2026ના કલાક 00:00 થી તા. 04/05/2026ના કલાક 24:00 સુધી એટલે કે કુલ 60 દિવસ માટે અમલમાં રહેશે.

મુખ્ય પ્રતિબંધો અને નિયમો
રાત્રિના સમયે પ્રતિબંધ: રાત્રિના 22:00 થી સવારના 06:00 વાગ્યા સુધી હોર્ન વગાડવા, ફટાકડા ફોડવા, લાઉડસ્પીકર કે વાજીંત્રો વગાડવા તેમજ ધ્વનિ પ્રદૂષણ પેદા કરતા બાંધકામના સાધનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

શાંત વિસ્તાર (Silence Zone): હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને ‘શાંત વિસ્તાર’ ગણવામાં આવશે, જ્યાં માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં.

પરવાનગીની શરતો: જાહેર જગ્યાઓ પર માઈક સિસ્ટમ કે વાજીંત્રો વગાડવા માટે અધિકૃત પોલીસ અધિકારીની પૂર્વ લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. આ માટે કાર્યક્રમના 7 દિવસ પહેલા અરજી કરવાની રહેશે.

ઉશ્કેરણીજનક ગીતો પર રોક: માઈક સિસ્ટમમાં કોમી લાગણી દુભાય કે ઉશ્કેરણી થાય તેવા ગીતો કે ઉચ્ચારણો પર પ્રતિબંધ છે.
બંધ સ્થળો માટે નિયમ: ઓડિટોરીયમ કે કોન્ફરન્સ હોલ જેવા બંધ સ્થળોએ માઈક વગાડી શકાશે, પરંતુ તેનો અવાજ બહાર જવો જોઈએ નહીં.

ધ્વનિની મર્યાદા (ડેસીબલ)
જાહેરનામા મુજબ વિવિધ વિસ્તારો માટે અવાજની મર્યાદા નક્કી કરવામાં આવી છે:
રહેણાંક વિસ્તાર: દિવસ (55 dB) / રાત્રિ (45 dB)
વાણિજ્ય વિસ્તાર: દિવસ (65 dB) / રાત્રિ (55 dB)
ઔદ્યોગિક વિસ્તાર: દિવસ (75 dB) / રાત્રિ (70 dB)
શાંત વિસ્તાર: દિવસ (50 dB) / રાત્રિ (40 dB)

નિયમભંગ બદલ કાર્યવાહીઆ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને નિયમભંગ કરનારના વાહનો અને માઈક સિસ્ટમ જેવા સાધનો જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...