Tuesday, March 10, 2026

હાટકેશ્વર બ્રિજ ફરી વિવાદમાં, બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના, રેતી-કોંક્રિટના કોથળા પડતા મહિલા દબાઈ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને ડિમોલિશન કરવાની કામગીરી અત્યારે જોરશોરથી ચાલી રહી છે. જોકે, આજે 10 માર્ચના રોજ સાંજના સમયે બ્રિજ તોડવા માટે સુરક્ષા પેટે રાખવામાં આવેલા રેતી અને કોંક્રિટના કોથળા એકાએક નીચે પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં નીચે લારી લઈને ઉભેલી એક મહિલા કોથળા નીચે દબાઈ જતાં તેને ઈજા પહોંચી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી અત્યંત જોખમી રીતે ચાલી રહી છે. બ્રિજના સ્પાન પર કાટમાળ ભરેલી બેગોના થપ્પેથપ્પા ખડકાયેલા હતા, પરંતુ નીચેથી પસાર થતા હજારો લોકોની સુરક્ષા માટે કોઈ જ પ્રોટેક્શન કે આડશ મૂકવામાં આવી નહોતી. આજે અચાનક આ ભારેખમ બેગો નીચે ઉભી રહેલી લારીઓ પર ખાબકતા બે ગરીબ માણસો તેની નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દુર્ઘટના બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરના માણસને ધમકાવ્યો પણ હતો. શ્રમજીવી વિસ્તાર હોવાથી દરરોજ અહીં હજારો લોકોની અવરજવર રહે છે, તેમ છતાં સુરક્ષાના સાધનોનો અભાવ હોવાથી લોકોએ તંત્ર પર માછલાં ધોયા હતા. આ અકસ્માતને કારણે બ્રિજની આસપાસના રસ્તાઓ પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

હાટકેશ્વર બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રકારે સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ સૌથી વ્યસ્ત રોડ ગણવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બંધ કરી અને કામગીરી કરવી જરૂરી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બંધ કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ ઘટના બની છે.

ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર બ્રિજ તેના નબળા બાંધકામને કારણે અગાઉ જ વિવાદમાં રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તેના બે સ્પાન તોડવાની કામગીરી લંબાઈ રહી છે. સ્થાનિકો દોઢ મહિનાથી આ જોખમી સ્પાન હટાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે આજે નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડ્યું છે. ત્યારે લોકોની માંગ છે કે, સરકાર આ ઘટનાને ગંભીરતાથી લે અને બ્રિજના બાકી રહેલા બંને સ્પાન જલ્દીથી તોડી પાડે, જો હવે કોઈ જાનહાનિ થશે તો તેના માટે સીધેસીધું AMC તંત્ર અને જવાબદાર કોન્ટ્રાક્ટર જ જવાબદાર ગણાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...