Thursday, September 17, 2026

પહેલી એપ્રિલથી અમદાવાદની સાબરમતી નદીનો પટ્ટો ખાલી કરાશે, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીમાં પાણી બંધ રાખવામાં આવનાર હોવાના કારણે અઢી મહિનામાં સુભાષ બ્રિજના તમામ ઉપરના સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે. જેના માટે ડિમોલિશન ડિઝાઇન પણ મંજૂરી માટે મોકલવામાં આવી છે. જે બાદ એપ્રિલ મહિનાથી સ્ટ્રકચર તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.સુકા નદીના પટને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સુભાષ બ્રિજ તોડી પાડવાનું કામ ઝડપથી કરી શકશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીને ખાલી કરવામાં આવનાર છે. બેરેજ બંધ કરવાનો નિર્ણય ચોમાસા પહેલા ડેમની સેફ્ટી અંગે કરવામાં આવેલા નિરિક્ષણ બાદ લેવામાં આવ્યો હતો. નિરિક્ષણ દરમિયાન નિષ્ણાતોએ વાસણા બેરેજના 30 માંથી 18 દરવાજા બદલવાની ભલામણ કરી હતી, જ્યારે બાકીના દરવાજાઓનું સમારકામ ચોમાસા પહેલા કરવામાં આવશે.1976માં બનેલ આ બેરેજ અમદાવાદમાં પૂર નિયંત્રણ અને પાણીના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કામ હાથ ધરવા માટે, બેરેજ પર સંગ્રહિત પાણીને ફતેહવાડી કેનાલ અને સાબરમતીના ડાઉનસ્ટ્રીમ વિભાગોમાં છોડવામાં આવશે, જેના કારણે સમારકામના સમયગાળા દરમિયાન નદીના કાંઠાના વિસ્તારમાં પાણી રહેશે નહીં.સૂત્રો અનુસાર સિંચાઈ વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને નદીના પાણી પર આધાર રાખતી અન્ય સરકારી તેમજ ખાનગી એજન્સીઓને બંધ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચનાઓ જારી કરી છે.

દરમિયાન, નદીમાં પાણી ન હોવાથી, AMC પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા સુભાષ બ્રિજના ડેમેજ થેયલા ભાગને તોડી પાડવાનું કામ હાથ ધરે તેવી સંભાવના છે. પાલિકાએ અહીં રૂ. 235 કરોડના ખર્ચે નવા બ્રિજને મંજૂરી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...